Jamnagar : લ્યો બોલો ! રસ્તા પર નહીં અહીં હોસ્પિટલમાં પણ ઢોર બિન્દાસ લટાર મારતા જોવા મળ્યા, જુઓ Video
જામનગર હોસ્પિટલની લોબીમાં આખલો જોવા મળતા લોકોમાં આ બાબત ચર્ચાનો વિષય બન્યો છે. જીજી હોસ્પિટલમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો હોવાની લોકોની ફરિયાદ છે. ખાસ કરીને દર્દીઓના જીવને જોખમ હોવાનું જાણવા મળી રહ્યું છે.
જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં રખડતા પશુનો (stray cattles) ત્રાસ સામે આવ્યો છે. હોસ્પિટલની લોબીમાં રખડતો આખલો બિન્દાસ લટાર મારતો જોવા મળ્યો. આ બાબત તંત્રની ઘોર બેદરકારી છતી કરે છે. ચોક્કસ પણે દર્દીઓના જીવને જોખમ રહેલું છે. મહત્વની વાત છે કે હાલમાં જ જામનગર શહેરમાં 400 જેટલા પશુ માલિકોની યાદી તૈયાર કરી તે પૈકી 350 જેટલા પશુ માલિકોને નોટિસ અપાઈ છે.
આ પણ વાંચો : Jamnagar: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર, જુનાગઢ અને દ્વારકામાં ચાર બેનમૂન અમૃત સરોવરોનું નિર્માણ
તંત્રએ ચાર ટીમ બનાવી છે. આ ટીમ ટ્રાફિકમાં અડચણરૂપ બનતા પશુઓને પકડવાની સાથે તેમના માલિકો વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરશે. ત્યારે જામનગરમાં આવેલી સરકારી જીજી હોસ્પિટલમાં રખડતા પશુ જોવા મળતા તંત્ર સામે સવાલ ઊભા થયા છે. હોસ્પિટલની લોબીમાં પશુ આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. જેને લઈ દર્દીઓની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.