Jamnagar : પુરવઠા વિભાગ અને ફૂડ વિભાગના દરોડા, અનહાઈજેનિક ઘઉંનો લોટ ઝડપાયો, જુઓ Video

Jamnagar : પુરવઠા વિભાગ અને ફૂડ વિભાગના દરોડા, અનહાઈજેનિક ઘઉંનો લોટ ઝડપાયો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 03, 2025 | 2:31 PM

જામનગરમાં પુરવઠા વિભાગ અને ફૂડ શાખાએ હાપા માર્કેટિંગ યાર્ડ નજીક આવેલી "જલારામ ફૂડ પ્રોડક્ટ" નામની પેઢી પર દરોડા પાડ્યા છે. પુરવઠા વિભાગ અને ફૂડ શાખાએ સંયુક્ત દરોડા પાડીને અનહાઈજેનિક ઘઉંનો લોટ ઝડપી પાડ્યો છે.

જામનગરમાં પુરવઠા વિભાગ અને ફૂડ શાખાએ હાપા માર્કેટિંગ યાર્ડ નજીક આવેલી “જલારામ ફૂડ પ્રોડક્ટ” નામની પેઢી પર દરોડા પાડ્યા છે. પુરવઠા વિભાગ અને ફૂડ શાખાએ સંયુક્ત દરોડા પાડીને અનહાઈજેનિક ઘઉંનો લોટ ઝડપી પાડ્યો છે. જામનગર શહેર કોંગ્રેસ ઉપપ્રમુખની ફરિયાદના આધારે પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા.

ફૂડ તપાસ દરમિયાન, પેઢીમાંથી મોટા પ્રમાણમાં અસ્વચ્છ અને અનહાઈજેનિક ઘઉંનો લોટ મળી આવ્યો હતો. કેટલાક ઘઉંનો જથ્થો એવો પણ હતો કે જેનું બિલ ન હતું જેના કારણે સરકારી અનાજ હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘઉંના લોટની ચકાસણી માટે નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે અસ્વચ્છતાને કારણે પુરવઠા અધિકારી અને મામલતદાર પેઢીને નોટિસ આપીને દંડાત્મક કાર્યવાહી કરી છે. આ પેઢીમાં હાલ ઉત્પાદન સ્થગિત કર્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો