Jamnagar Video : બેડીમાં વકિલની સરાજાહેર હત્યા, 15 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

Jamnagar Video : બેડીમાં વકિલની સરાજાહેર હત્યા, 15 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

| Edited By: | Updated on: Mar 14, 2024 | 1:13 PM

જામનગરના બેડીમાં જાણીતા વકીલની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા વ્યક્તિએ વકીલની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. જેના પગલે વકીલના ભત્રીજાએ 15 લોકો સામે ફરીયાદ નોંધાવી છે. તેમજ એક વર્ષ પહેલા સાયચા ગેંગના સભ્યોએ કેસ પાછો ખેચવા  ધમકી આપી હતી.

જામનગરમાં ફરી એક વાર હત્યાની ઘટના સામે આવી છે. જામનગરના બેડીમાં જાણીતા વકીલની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા વ્યક્તિએ વકીલની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. જેના પગલે વકીલના ભત્રીજાએ 15 લોકો સામે ફરીયાદ નોંધાવી છે. તેમજ એક વર્ષ પહેલા સાયચા ગેંગના સભ્યોએ કેસ પાછો ખેચવા  ધમકી આપી હતી. સાયચા ગેંગના સાગરીતોએ હારૂન પાલેજાની હત્યા કરી હોવાની માહિતી સામે આવી રહી છે. ત્યારે 15 આરોપીઓને શોધવા પોલીસની વિવિધ ટીમ કાર્યરત કરવામાં આવી છે.

જામનગરના બેડીના જાણીતા વકિલ  હારૂન પાલેજાની હત્યાથી વકીલ આલમમાં રોષ જોવા મળ્યો છે. તેમજ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને વકીલોએ વિરોધ નોંધાવ્યો  છે. તેમજ હત્યારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની વકીલ મંડળની માગ કરવામાં આવી છે. 2018મા વકીલ કિરીટ જોષીની પણ સરાજાહેર હત્યા થઇ હતી. ફરી વકીલની સરાજાહેર હત્યાના બનાવથી વકીલમા રોષ જોવા મળ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો