“એલા એ ભાઈ” જોઈને તો…!, બસ પાછળ ધડાકાભેર અથડાઈ કાળમુખી કાર- જુઓ CCTV
જામનગરમાં ગુરુદ્વારા પાસે ઉભેલી એક બસ પાછળ પૂરપાટ ઝડપે આવતી કારે ધડાકાભેર ટક્કર મારી હતી. આ દ્રશ્યો એટલા ભયાનક હતા કે ત્યાં ઉભેલા એક યુવકનો જીવ સેકન્ડના સોમા ભાગના અંતરે બચ્યો હતો. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ,
જામનગરના માર્ગો પર વધતી જતી બેફામ ડ્રાઈવિંગની ઘટનાઓ વચ્ચે એક દિલધડક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત એવા ગુરુદ્વારા સર્કલ પાસે એક ખાનગી લક્ઝરી બસ ઉભી હતી, જેમાંથી એક યુવક પોતાનું પાર્સલ ઉતારી રહ્યો હતો. જેવો આ યુવાન પાર્સલ લઈને બસની એક તરફ ખસ્યો, તેના ગણતરીના સેકન્ડોમાં જ પાછળથી આવતી એક બેફામ કાર સીધી જ બસના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.
વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જો યુવક સાઈડમાં ખસવામાં એક સેકન્ડનો પણ વિલંબ કરત, તો કદાચ તે કાર અને બસની વચ્ચે ચગદાઈ ગયો હોત. યુવક જેવો ખસ્યો કે તરત જ કારે બસને એવી ટક્કર મારી કે આસપાસના લોકો પણ ફફડી ઉઠ્યા હતા. આ ઘટનામાં કારના કચ્ચરઘાણ નીકળી ગયા હતા.
આ અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કાર ચાલકની બેદરકારી બદલ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો