Rain Update :જામનગરના ખરેડી ગામમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ગામમાં ઘૂંટણસમા પાણી, નદીઓમાં ઘોડાપૂર, જુઓ Video

|

Jun 27, 2024 | 10:12 AM

Gujarat Rains : જામનગરના કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ખરેડી, નપાણીયા ખીજડિયા, પીપર, નાના વડાલામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

જામનગરના કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ખરેડી, નપાણીયા ખીજડિયા, પીપર, નાના વડાલામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. કાલાવડના ખરેડી ગામમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાયું છે.

ઘૂંટણસમા પાણી ભરાતા

કાલાવાડના ખરેડી ગામમાં ઘૂંટણ સમા પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. તો સ્થાનિક નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદના પગલે અહીં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મૂળીલા ગામમાં પણ ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીની સ્થિતિનું નિર્માણ થયું છે. મૂળીલા ગામમાંથી જાણે કે કોઇ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે અગાઉ આવો વરસાદ ક્યારેય નથી પડ્યો. ભારે વરસાદને પગલે અનેક ઘરોને નુકસાન થવા પામ્યું છે, તો મોટાપાયે ઘરવખરી પણ પાણીમાં તણાઇ ચૂકી છે.

સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર

તો ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. બામણફળી ગામ નજીકથી પસાર થતીં નદીમાં નવી નીરની આવક થઇ છે અને નદી હાલ બેકાંઠે વહી રહી છે.

મુશળધાર વરસાદે સર્જી મુશ્કેલી

તો આ તરફ બામણ ગામમાં આવેલા ચેકડેમ પણ છલકાયા છે. આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગામ બેટમાં ફેરવાયું છે, તો નદી નાળા છલકાયા છે. જ્યારે ખેતરો પણ જળમગ્ન બન્યા છે. આમ મુશળધાર વરસાદે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:02 am, Thu, 27 June 24

Next Video