જેને દબાણ હટાવવાનું કામ, એ જ મનપાએ કરી દીધો કબ્જો? જામનગરમાં જમીન વિવાદનો મોટો ખુલાસો!

જેને દબાણ હટાવવાનું કામ, એ જ મનપાએ કરી દીધો કબ્જો? જામનગરમાં જમીન વિવાદનો મોટો ખુલાસો!

| Edited By: | Updated on: Aug 27, 2026 | 9:13 PM

જામનગર મહાનગરપાલિકાએ એમ.પી. શાહ મેડિકલ કોલેજની જમીન પર વોર્ડ ઓફિસનું બાંધકામ કરીને વિવાદ સર્જ્યો છે. જે તંત્ર દબાણો દૂર કરવા જવાબદાર છે, તેણે જ સરકારી જમીન પર કબ્જો કર્યો છે.

જામનગર મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. આ વખતે મનપા પર એમ.પી. શાહ મેડિકલ કોલેજની જમીન પર ગેરકાયદે રીતે વોર્ડ ઓફિસનું બાંધકામ કરવાનો ચોંકાવનારો આરોપ લાગ્યો છે. શહેરના વોર્ડ નંબર ત્રણમાં, વિકાસ ગૃહ રોડ પર આવેલા નર્સિંગ ક્વાટર્સ નજીકની ખુલ્લી જગ્યામાં આ બાંધકામ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના એન્જિનિયરોએ અહીં ઓફિસનું કામકાજ પણ શરૂ કરી દીધું હતું.

આ મામલો એટલા માટે વધુ ગંભીર છે કારણ કે જે તંત્રની મુખ્ય જવાબદારી સરકારી જમીન પરથી દબાણો હટાવવાની છે, તે જ તંત્રએ મેડિકલ કોલેજની જમીન પર કબ્જો કરીને બાંધકામ કર્યું છે. જમીનની માલિકી અંગે સ્પષ્ટતા થયા બાદ, મહાનગરપાલિકા દ્વારા હવે તે જમીન પોતાના નામે કરાવવા માટે મેડિકલ કોલેજના ડીનને પત્ર લખીને માંગણી કરવામાં આવી છે.

આ પત્ર પરમદિવસે સાંજે મેડિકલ કોલેજની કચેરીને મળ્યો હતો. અગાઉ પણ મેડિકલ કોલેજની જમીન પર દબાણ કર્યુ હોવાના આક્ષેપો થયા હતા. આ ઘટના જામનગરમાં રાજકીય અને વહીવટી સ્તરે ભારે ચર્ચા જગાવી રહી છે.

અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ

Follow Us
Loading...
Unable to load recommendations.