Jamnagar : જામજોધપુરના નંદાણા ગામે દીપડો પાંજરે પૂરાયો, સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ, જુઓ Video

|

Sep 11, 2023 | 8:39 AM

જામનગરના જામજોધપુરમાં આવેલા નંદાણા ગામે એક દીપડો પાંજરે પૂરાયો છે. વન વિભાગે આ દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા. તો, હવે નંદાણા સહિત આસપાસના ગ્રામજનો અને ખેડૂતોને રાહત મળી છે. દીપડાએ છેલ્લા કેટલાંક દિવસથી ગામની સીમમાં આતંક મચાવ્યો હતો. જેથી ગ્રામજનોમાં ભય ફેલાયો હતો.ગામની સીમમાં જ ફરતો દીપડો વન વિભાગના પાંજરે પૂરાઇ ગયો છે. જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

Jamnagar : જામનગરના જામજોધપુરમાં આવેલા નંદાણા ગામે એક દીપડો પાંજરે પૂરાયો છે. વન વિભાગે આ દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા. તો, હવે નંદાણા સહિત આસપાસના ગ્રામજનો અને ખેડૂતોને રાહત મળી છે. દીપડાએ છેલ્લા કેટલાંક દિવસથી ગામની સીમમાં આતંક મચાવ્યો હતો. જેથી ગ્રામજનોમાં ભય ફેલાયો હતો.ગામની સીમમાં જ ફરતો દીપડો વન વિભાગના પાંજરે પૂરાઇ ગયો છે. જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો : Jamnagar : તાંત્રિક વિધિના નામે રૂ.10 લાખની છેતરપિંડી, એક આરોપી ઝડપાયો અન્ય ચારની શોધખોળ શરૂ

બગસરાના હાલરીયા ગામે માનવભક્ષી સિંહણને પાંજરે પૂરી

તો બીજી તરફ બગસરના હાલરીયા ગામે સિંહણ એ બાળકીને ફાડી ખાધા બનાવ બન્યો હતો તે જ વિસ્તારમાં 35 જેટલા વનકર્મીઓ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે આ વિસ્તારમાં 2 સિંહણ જોવા મળી હતી. વનવિભાગે તકેદારીના ભાગ રૂપે બંને સિંહણને પાંજરે પુરી દીધી હતી. હવે બને સિંહણને જૂનાગઢ ચક્કરબાગ ઝુ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં એનિમલ ડૉક્ટરો તેમનું પરીક્ષણ કરશે અને પછી નક્કી થશે કઈ સિંહણ માનવ ભક્ષી છે. જે સિંહણ માનવ ભક્ષી હશે તેને કેદ રાખવામાં આવશે અન્ય નિર્દોષ સિંહણ હશે તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video