જામનગરના કાલાવડનો બાલાભંડી ડેમ ઓવરફલો થયો છે. ભારે વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયો છે. મહત્વનુ છે કે વરસાદને કારણે કાલાવડ શહેરનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. ખેડૂતોને પણ ડેમમાંથી સિંચાઈનું પાણી મળતા ખેડૂતોમાં ખુસીનો માહોલ વ્યાપ્યો છે. સતત વરસાદને કારણે તંત્ર દ્વારા નીચણાવાળા ગામોને એલર્ટ કરાયા છે.
આ પણ વાંચો : લોખંડની ગ્રીલ તોડીને દુકાનમાં પ્રવેસી તિજોરીમાંથી થયેલી લાખોની રોકડ ચોરી, એક આરોપી ઝડપાયો, બે ફરાર
મહત્વનું છે કે રાજ્યમાં ચારેકોર વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. બનાસકાંઠાના અંબાજીમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઇ ગયા છે તો મહેસાણાના વિજાપુર અને ઊંઝામાં પણ આ જ સ્થિતિ સર્જાઇ છે. વિજાપુર અને ઊંઝામાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. તો દહેગામમાં તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘૂસા ગયા છે. તો વલસાડ અને ગીરસોમનાથમાં પણ વરસાદ પડ્યો છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો