હિંમતનગરમાં જૈન સમાજે રેલી યોજી પૌરાણિક મૂર્તિઓ ખંડિત થવા મામલે આવેદન પત્ર આપ્યું, જુઓ

|

Jun 19, 2024 | 7:19 PM

તીર્થ ધામ પાવાગઢ ખાતે જૈન સમાજના તીર્થંકર ની પૌરાણિક મૂર્તિઓ ખંડિત થવાને લઈ અલગ અલગ જગ્યાએ જઈને સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સાથે જ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી રહી છે. ત્યારે આજે હિંમતનગર ખાતે ટાવર ચોકથી રેલી સ્વરૂપે બહુમાળી ભવન સુધી જઈને સમાજના લોકો પહોંચ્યા હતા. જ્યાં અધિક કલેક્ટરને અભિવાદન પત્ર આપી રજૂઆત કરી હતી.

યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન સમાજ ના તીર્થંકરોની પૌરાણિક મૂર્તિઓ સ્થાપિત હતી. જ્યાં જૈન સમાજના તીર્થંકરોની પૌરાણિક મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી. જેને લઈને ગુજરાત સહિત દેશના અલગ અલગ પ્રદેશોમાં વસતા જઈને સમાજના લોકોને લાગણી દુભાઇ હતી. જોકે અલગ અલગ વિસ્તારોમાં જૈન સમાજ દ્વારા રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ મૂર્તિઓ નવીસરથી પ્રસ્થાપિત કરવા માટેનું સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું. ત્યારે જઈને સમાજ દ્વારા આંદોલનની સમેટી લેવામાં આવ્યું છે.

જોકે આજે હિંમતનગર ખાતે જૈન સમાજના લોકો દ્વારા હિંમતનગરના ટાવર ચોક ખાતે એકઠા થઈ રેલી સ્વરૂપે જિલ્લા બહુમાળી કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં નિવાસી અધિક કલેક્ટરને અભિવાદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જૈન સમાજની અલગ અલગ માગણીઓ સાથે આજે તેઓએ અભિવાદન પત્ર રજૂ કર્યું હતું જેમાં પાવાગઢ ખાતે રાજ્ય સરકાર દ્વારા નવીન જગ્યા ફાળવણી કરવામાં આવે અને ત્યાં જૈન સમાજના તીર્થંકરોની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવે. એ સાથે જ એ જિનાલયનો જૈન સમાજના જ લોકો દ્વારા વહીવટ કરવામાં આવે. સાથે જૈન સમાજના સાધુ સાધ્વીઓ પગપારા રોડ પર વહન કરતા હોય ત્યારે અવારનવાર અકસ્માતો થતા હોય છે જે અકસ્માતોના નિવારણ માટે પ્રોટોક્શન પૂરું પાડવા માટેની પણ આજે જૈન સમાજ દ્વારા માગણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ટાવર ચોક ખાતે એકઠા થયા હતા અને રેલી સ્વરૂપે અભિવાદન પત્ર આપ્યું હતું.

આ પણ વાંચો:  પાકિસ્તાનનો ક્રિકેટર ચાહક સાથે ઝઘડી પડ્યો, Video થયો વાયરલ, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:18 pm, Wed, 19 June 24

Next Video