પાલિતાણામાં અસામાજીક તત્વો દ્વારા તોડફોડનો વિરોધ, અમદાવાદ અને સુરતમાં જૈન સમાજની વિશાળ રેલી યોજાઇ

| Edited By: | Updated on: Jan 01, 2023 | 12:03 PM

Ahmedabad : જૈન સમાજના પવિત્ર સ્થળ પાલિતાણા પર અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે શેત્રુંજય મહાતીર્થની રક્ષાના મુદ્દે જૈન સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ.

ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં જૈન સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ. જૈન સમાજના પવિત્ર સ્થળ પાલિતાણા પર અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે શેત્રુંજય મહાતીર્થની રક્ષાના મુદ્દે જૈન સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ. અમદાવાદમાં પાલડી ચાર રસ્તાથી RTO સર્કલ સુધી રેલી યોજવામાં આવી હતી. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદમાં નીકળેલી જૈન સમાજની રેલી અંગે જૈન સમાજના એક આગેવાન દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, પાલીતાણા ઉપર અસામાજીક તત્વો દ્વારા અનેક વાર હુમલા કરવામાં આવ્યા છે. જૈન સમાજના મંદિર અને અન્ય સંપત્તી પર તોડફોડ કરવામાં આવી છે. આ તીર્થની રક્ષા માટે અમે આ વિરોધ કરી રહ્યા છે. અસામાજીક તત્વો દ્વારા અમારા આદિનાથ ભગવાનના પગલાની તોડફોડ કરવામાં આવી છે. સાથે જ CCTV કેમેરા સહિત અન્ય વસ્તુઓની પણ તોડફોડ કરવામાં આવી છે. જેથી અમે અમારા તીર્થ સ્થળની રક્ષાની માગ સાથે આ રેલી યોજી છે.

તો બીજી તરફ સુરતમાં પણ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. પાલીતાણામાં દબાણ અને મંદિર તોડવાના મુદ્દે જૈન સમાજે સખત વિરોધ નોંધાવ્યો હતો. ગેર કાયદેસર રીતે થતા ખનનને લઈ પહાડો અને પ્રાચીન મંદિરને નુકસાન થઈ રહ્યું હોવાનો આરોપ પણ જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પાલીતાણા મંદિરની તળેટીમાં દારૂ વેચાતો હોવાનો આક્ષેપ પણ જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે.