ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં આતંક મચાવનાર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ પર ગુજરાત ATSએ સકંજો કસ્યો છે. આજે ગેંગસ્ટર લોરેન્સને કચ્છ લાવવામાં આવશે. ડ્રગ્સ હેરાફેરીના કેસમાં બિશ્નોઈને ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. પટિયાલા હાઉસ કોર્ટે ATSની ટ્રાન્ઝિટ રિમાન્ડની અરજી મંજૂર કરતા ખાસ ચેતક કમાન્ડોની ટીમ લોરેન્સને ગુજરાત લાવશે.
આ પણ વાંચો : Gujarati Video: કચ્છના ચાંદ્રોડામાં ધૂળની ડમરીઓ ઉડી, ભુજના કેટલાક ગામોમાં પવન સાથે વરસાદ જુઓ Video
પાકિસ્તાનથી કચ્છના રસ્તે ભારતમાં લવાયેલા ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી હોવાનું સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોરેન્સને નલિયા કોર્ટમાં રજૂ કરાયા બાદ ATS તેની વિશેષ પૂછપરછ કરવામાં આવશે. મહત્વનું છે કે ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મેરાજ તેમજ અન્ય આરોપીઓએ લોરેન્સ બિશ્નોઇનું નામ આપ્યું હતું. લોરેન્સ બિશ્નોઇએ પંજાબની જેલમાંથી ડ્રગ્સ મંગાવ્યું હોવાનો આરોપ છે.
ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં પોલીસે અગાઉ 6 પાકિસ્તાની સહિત 8 લોકોને પકડ્યા હતાં. ગુજરાત એટીએસ દ્વારા આ મામલે પ્રોડક્શન વોરંટ જાહેર કરાયું હતું. જે અંતર્ગત ગુજરાતના NDPSના એક કેસમાં લોરેન્સ બિશ્નોઇની પૂછપરછની માગ કરવામાં આવી હતી. ATS દ્વારા આ મામલે પટિયાલા હાઉસની NIA કોર્ટમાં લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ માટે અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે મંજૂર કરતા ATS હવે ડ્રગ્સના કાળા કારોબારનો વધુ પર્દાફાશ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક મચાવનાર લોરેન્સ બિશ્નોઈએ અભિનેતા સલમાનખાન, ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સંજય રાઉત, અભિનેત્રી રાખી સાવંત સહિત સુરતમાં પણ વેપારીઓને ધમકીઓ આપી છે. જ્યારે કે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા પણ લોરેન્સ બિશ્નોઇએ કરાવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:23 am, Tue, 25 April 23