સુરતમાં જહાંગીરપુરાના આવાસના રહીશોએ કર્યો ઉગ્ર વિરોધ, આવાસ ફાળવણી મુદ્દે લોકોમાં ભારે આક્રોશ

| Edited By: | Updated on: Aug 07, 2026 | 8:58 PM

સુરતમાં તાપી ભવન ખાતે મોટી સંખ્યામાં જહાંગીપુરા આવાસના રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. નાસીરનગરના લોકોને ડાયરેક્ટ આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરા આવાસના લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો.

સુરત શહેરમાં આવાસ ફાળવણીના મુદ્દે ફરી એકવાર વિવાદ સર્જાયો છે. જહાંગીરપુરા આવાસના રહીશોએ મોટી સંખ્યામાં તાપી ભવન ખાતે એકત્રિત થઈ તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. રહીશો દ્વારા મુખ્યત્વે આવાસ ફાળવણી વેઇટિંગ લિસ્ટ મુજબ અને નક્કી કરાયેલા નિયમો અનુસાર થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.

રહીશોનો આક્ષેપ છે કે નાસીર નગરના લોકોને સીધી આવાસ ફાળવણી કરવામાં આવી રહી છે, જ્યારે વેઇટિંગ લિસ્ટમાં સામેલ લાંબા સમયથી રાહ જોઈ રહેલા અરજદારોને અવગણવામાં આવી રહ્યા છે. સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો આ વિરોધ કોઈ ધર્મ કે જાતિ સાથે સંબંધિત નથી, પરંતુ તે માત્ર નિયમોના પારદર્શક પાલન અને સમાનતા માટે છે.

તાપી ભવન ખાતે ભેગા થયેલા લોકોએ જણાવ્યું કે, સર્વે બાદ અનેક પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે કે આવાસ ફાળવણીની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બનાવવામાં આવે અને પાત્ર લાભાર્થીઓને વેઇટિંગ લિસ્ટ મુજબ જ આવાસ ફાળવવામાં આવે.

તમે જે પનીર ખાઈ રહ્યા છો તેમા ડિટર્જન્ટની મિલાવટ તો નથીને ? કેવી રીતે ચેક કરશો- જાણો

 

Follow Us
Loading...
Unable to load recommendations.