Iskcon Bridge Accident: ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે ગુરુવારે ચાર્જશીટ રજૂ કરાશે, તથ્ય પટેલ સામે વધુ એક ગુનાની કલમ ઉમેરાશે-Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 8:41 PM

Tathya Patel Accident Case charge sheet: પાંચ હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી તથ્ય પટેલ સામે વધુ એક કલમનો ઉમેરો કર્યો છે. IPC 308 એટલે કે ગુનાહીત મનુષ્યવધની કોશીશની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.

 

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ જગુઆર કાર દોડાવીને 9 લોકોનો જીવ લેનારા અકસ્માતના મામલે આવતીકાલે ગુરુવારે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. કાર ચાલક તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં 9 યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઘટનાને લઈ પોલીસે તપાસ તમામ પાસાઓ દ્વારા શરુ કરી હતી. આ દરમિયાન ફોરેન્સિક અને ટેકનીકલ એમ બંને રીતે તપાસ કરી હતી. જેના રિપોર્ટ પણ આવી ચૂક્યા હતા. ઘટનાને લઈ હવે તપાસ કર્તા અધિકારી ગુરુવારે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.

પાંચ હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી તથ્ય પટેલ સામે વધુ એક કલમનો ઉમેરો કર્યો છે. IPC 308 એટલે કે ગુનાહીત મનુષ્યવધની કોશીશની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. તથ્ય પટેલે અકસ્માત સર્જવાને લઈ તેના મિત્રોના નિવેદનો અને તપાસના વિવિધ રિપોર્ટ્સ સહિત પુરાવાઓ પોલીસે એકઠા કર્યા છે. આમ પોલીસે તપાસ દરમિયાન મજબૂત પૂરાવાઓ ઉભા કર્યા છે અને તથ્ય પટેલ સામે ગાળીયો કસ્યો છે.

 

આ પણ વાંચોઃ India vs West Indies: રોહિત શર્મા વનડે વિશ્વકપને ધ્યાને રાખી ઉતારશે ટીમ! જાણો કેવી હશે Playing 11

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 26, 2023 08:30 PM
g clip-path="url(#clip0_868_265)">