Iskcon Accident case : તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની વધી મુશ્કેલી, મૃતકોના પરિજનોને સાંભળવા કોર્ટે આપી મંજૂરી, જુઓ Video
મૃતકના પરિજનો સેશન્સ કોર્ટ પહોંચ્યા હતા અને પ્રજ્ઞેશ પટેલ અને તથ્ય પટેલ સામે ચાલી રહેલા કેસમાં પોતાનો પક્ષ મૂકવા કોર્ટ પાસે માંગ કરી હતી. જે અરજી કોર્ટે માન્ય રાખી છે.
Iskcon Accident case : અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના (Tathya Patel) પિતા પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલી વધી છે. પ્રજ્ઞેશ પટેલના જામીન પર ચુકાદો આપતા પહેલા મૃતકના પરિજનોએ તેમને સાંભળવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જે અરજી કોર્ટે માન્ય રાખી છે અને 19 ઓગસ્ટે તેમને હાજર રહેવા આદેશ આપ્યો છે.
આ પણ વાંચો Breaking News : ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા પ્રભારી, મુકુલ વાસનિકને સોંપાઈ ગુજરાતની જવાબદારી
કુલ 3 મૃતકના પરિજનો સેશન્સ કોર્ટ પહોંચ્યા હતા અને પ્રજ્ઞેશ પટેલ અને તથ્ય પટેલ સામે ચાલી રહેલા કેસમાં પોતાનો પક્ષ મૂકવા કોર્ટ પાસે માંગ કરી હતી. આરોપી પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે કોર્ટ ચુકાદો સંભળાવે તે પહેલા મૃતકના પરિજનોએ તેમને સાંભળાવાની અરજી કોર્ટમાં કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી છે અને 19 ઓગસ્ટે તેમને હાજર રહેવા આદેશ આપ્યો છે.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
