AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati video : વિદ્યુત સહાયક ઓનલાઈન પરીક્ષા કૌભાંડમાં વધુ 4 આરોપીની ધરપકડ, 300થી વધુને પાસ કરાવ્યાનો ખુલાસો

Gujarati video : વિદ્યુત સહાયક ઓનલાઈન પરીક્ષા કૌભાંડમાં વધુ 4 આરોપીની ધરપકડ, 300થી વધુને પાસ કરાવ્યાનો ખુલાસો

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 11:28 AM
Share

આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે કૌભાંડી ગેંગે અત્યાર સુધીમાં 300 ઉમેદવારોને પાસ કરાવ્યા છે. જેના માટે કુલ 30 કરોડથી વધુ રૂપિયા ખંખેર્યા છે.

Surat : સુરતના બહુચર્ચિત વિદ્યુત સહાયક ઓનલાઈન પરીક્ષા (Vidyut Assistant Online Exam) કૌભાંડમાં વધુ ચાર આરોપીઓ ઝડપાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે કૌભાંડી ગેંગે અત્યાર સુધીમાં 300 ઉમેદવારોને પાસ કરાવ્યા છે. જેના માટે કુલ 30 કરોડથી વધુ રૂપિયા ખંખેર્યા છે. હાલમાં જે ચાર આરોપીઓ પકડાયા છે તેમાં નિશીકાંત સિન્હા, સલીમ નિઝામુદ્દીન, મનોજ મકવાણા અને નિકુંજ પરમારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો-Gujarati Video : જૂનાગઢના ઉપરકોટમાં વિસ્તારમાં ડિમોલિશનનો મુદ્દો ગરમાયો

આરોપી નિશીકાંત સિન્હા ભાયલીમાં વડોદરા ઈન્સ્ટીટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કૉલેજનો લેબ ઈન્ચાર્જ હતો. 2019માં રાજસ્થાન બીટ્સ પીલાની કૉલેજમાં વિદ્યાર્થીઓના ગેરકાયદે એડમિશનના ગુનામાં નિશીકાંત સિન્હાની CBIએ ધરપકડ કરી હતી અને તિહાડ જેલમાં ધકેલ્યો હતો. બીજા આરોપી સલીમ નિઝામુદ્દીન ઢાપાએ 30 ઉમેદવારોને પાસ કરાવી 3 કરોડ પડાવ્યા હતા. એજન્ટ મનોજ મંગળ મકવાણાએે 4 ઉમેદવારોને પાસ કરાવી 40 લાખ પડાવ્યા હતા. જ્યારે નિકુંજ પરમારે 4 ઉમેદવારોને પાસ કરાવી 40 લાખ પડાવ્યા હતા.

 

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">