Gujarati Video :  દિયોદરના ધનકવાડા ગામમાં તલાટીની કામગીરી સામે લોકોમાં નારાજગી, સતત ગેરહાજર હોવાનો આક્ષેપ

Gujarati Video : દિયોદરના ધનકવાડા ગામમાં તલાટીની કામગીરી સામે લોકોમાં નારાજગી, સતત ગેરહાજર હોવાનો આક્ષેપ

| Edited By: | Updated on: Jun 01, 2023 | 9:28 AM

બનાસકાંઠાના દિયોદર તાલુકાની ધનકવાડા ગ્રામપંચાયતને ગામલોકોએ તાળાબંધી કરી હતી. ગામના તલાટીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા સ્થાનિકોએ હોબાળો કર્યો હતો.

Banaskantha : બનાસકાંઠાના દિયોદર તાલુકાની ધનકવાડા ગ્રામપંચાયતને ગામલોકોએ તાળાબંધી કરી હતી. ગામના તલાટીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા સ્થાનિકોએ હોબાળો કર્યો હતો. અરજદારોના કામ ન થતા હોવાના આક્ષેપ સાથે લોકોએ તલાટીને રોકી હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો : Banaskantha : માં અંબેના દરબારમાં હાજરી આપશે બાબા બાગેશ્વરના ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, જાણો સમગ્ર કાર્યક્રમ

તલાટીની કામગીરીથી લોકોમાં નારાજગી

તલાટી અરજદારોને ધક્કા ખવડાવી કોઈ કામ કરતા ન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ હોબાળા વચ્ચે તલાટી નીચે પડી ગયા હતા. જો કે સ્થાનિકોને આક્ષેપ છે કે તલાટીએ પડી જવાનું નાટક કર્યું હતુ. તો બીજી બાજુ સ્થાનિકોના આક્ષેપને તલાટીએ ફગાવ્યાં હતા. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ રોજ ઓફિસમાં નિયમીત રીતે આવી અરજદારોને સાંભળે છે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો