અમદાવાદના જાણીતા મોલમાં ડિસ્પ્લેમાં રાખેલા IPhoneની ચોરી, જુઓ CCTV
અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલ પેલેડિયમ મોલમાં ચોરીની ઘટના સામે આવી છે. મોલમાં આવેલ રિલાયન્સ ડિજિટલ મોલમાંથી બે શખ્શોએ આઈફોનની ચોરી કરી છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને જેને આધારે હવે પોલીસે બે અજાણ્યા શખ્શો સામે ચોરીનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. વસ્ત્રાપુર પોલીસે બંનેને ઝડપી લેવા માટે તપાસ શરુ કરી છે.
અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલા પેલેડિયમ મોલમાંથી મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. મોલના ત્રીજા માળ પર આવેલ રિલાયન્સ ડિજિટલ મોલમાં બે શખ્શો મોબાઈલ ફોન ખરીદવા માટેના ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. જ્યાં તેઓએ મોબોઈલ જોવા દરમિયાન એક મોબાઈલ ફોનની ચોરી કરી લીધી હતી.
આ પણ વાંચોઃ ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ગુજરાત સાથે હતો નાતો, આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર
મોંઘાદાટ આઈફોનની ચોરી કરીને બંને અજાણ્યા શખ્શો રફુચક્કર થઈ જવાને લઈ મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. મોલમાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાં બંને શખ્શો જોવા મળી રહ્યા છે અને જેને આધારે હવે વસ્ત્રાપુર પોલીસે તપાસ શરુ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 29, 2023 03:27 PM
