Surat Breaking News : મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, ગોડાદરા પોલીસે બેની ધરપકડ કરી
સુરતમાં મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. ગોડાદરા પોલીસે એક કિશોર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના ઘરેથી ચોરીના 35 મોબાઇલ ફોન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 7.35 લાખથી વધુ છે.
સુરતમાં મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે સભ્યોને ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યા છે. એક કિશોર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે બે ઇસમો મોબાઇલ ચોરી અને સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે આરોપીઓના ઘરે તપાસ કરતા કુલ 35 જેટલા ચોરીના મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
જપ્ત કરાયેલા આ મોબાઇલ ફોનની અંદાજિત કિંમત રૂ. 7.34 લાખથી રૂ. 7.50 લાખ સુધીની હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ ભીડભાડવાળી જગ્યાઓને ખાસ નિશાન બનાવીને લોકોના મોબાઇલ ચોરી કરતી હતી. ગોડાદરા પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 14 ગુનાઓની વિગતો મેળવી છે.
પોલીસ હવે આ ગેંગમાં સામેલ અન્ય સભ્યો અને તેમણે અત્યાર સુધીમાં કેટલી ચોરી કરી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી રહી છે. આ કાર્યવાહીથી મોબાઇલ ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
સુરતની બાંધણી સાડીની દુકાનમાં ચોરી કરતી ચાર મહિલાઓની ગેંગ ઝડપાઈ, રાજકોટથી ધરપકડ ! જુઓ Video
