Gandhinagar Video : અમિત શાહની ઉપસ્થિતિમાં આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી

|

Jul 05, 2024 | 2:38 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવતી કાલે ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણીમાં હાજર રહેવાના છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવતી કાલે ગુજરાતના પ્રવાસે છે. આવતીકાલે 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરવામાં આવશે. આ નિમીત્તે મહાત્મા મંદિરમાં રાષ્ટ્રીય કક્ષાનો ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાશે.

આ ઉપરાંત આ કાર્યક્રમમાં અમિત શાહ સંબોધન પણ કરશે. આ કાર્યક્રમને લઈને તૈયારીઓની રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સમીક્ષા કરી હતી. ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી અને GSCના ચેરમેન અજય પટેલ પણ હાજર રહ્યા હતા.

અમિત શાહ લેશે બનાસકાંઠાની મુલાકાત

પ્રાપ્તથતી માહિતી અનુસાર 6 જુલાઈએ અમિત શાહ થરાદના ચાંગડા ગામની મુલાકાત લેશે.ચાંગડા ગામમાં સહકારી માળખા તરફથી વિકસિત કરાયેલી સેવાઓનું અમિત શાહ નિરીક્ષણ કરશે. મહત્વપૂર્ણ છે કે બે વર્ષ પહેલા ગામડાના લોકોને સસ્તા દરે ધીરાણ મળે તે માટે બનાસકાંઠાના ગામડાઓમાં સહકારી વ્યવસ્થા વિકસિત કરવામાં આવી હતી. હવે આ સેવાનો લાભ લોકોને કઈ રીતે મળે છે.તેનું અમિત શાહ નિરીક્ષણ કરશે. જો કે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને સમીક્ષા કરી છે.

Next Video