Vadodara : હરિધામ સોખડા મંદિર ફરી વિવાદમાં, પ્રબોધસ્વામી સાથે મંદિરમાં ગેરવર્તન થયાનો આક્ષેપ

|

Mar 15, 2022 | 7:35 PM

પ્રબોધસ્વામી સાથે અઘટિત ઘટના બની છે. તેના ખરાબ પ્રત્યાઘાતો પડ્યા છે.સરલસ્વામીએ તેમને ધક્કો માર્યો છે અને ગળુ દબાવ્યું છે.હરિભક્તો કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની પણ માગ કરી છે.

વડોદરા (Vadodara) નજીક આવેલા હરિધામ સોખડા(Haridham Sokhda)  મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. પ્રબોધ સ્વામી (Prabodh  Swami)  સાથે ગેરવર્તન થયું હોવાનો હરિભક્તની અરજી બાદ વડોદરા ગ્રામ્ય DySP તથા વડોદરા તાલુકા પોલીસના PSIની ટીમ મંદિર પહોંચી છે.હરિધામ સોખડા સામાન્ય લોકો માટે પ્રવેશ બંધ કરી દેવાયું છે.મહત્વનું છે કે, હરિધામ સોખડા મંદિરમાં ફરી એકવાર સંતો વચ્ચે વિવાદ સામે આવ્યો છે.જેમાં પ્રબોધસ્વામી સાથે મંદિરમાં અડધી રાત્રે ગેરવર્તન થયું હોવાના આક્ષેપ હરિભક્તો કર્યા છે.પ્રબોધસ્વામી સાથે ગેરવર્તનને લઇને હરિભક્તો વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની માંગ કરી હતી..આ મામલે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હરિભક્તોનો આક્ષેપ છે કે, સરલસ્વામીએ પ્રબોધસ્વામીની ફેટ પકડીને મારી નાખવાની ધમકી આપી હતી અને મંદિરમાંથી નીકળી જવા કહ્યું હતું.

પ્રબોધસ્વામી સાથે અઘટિત ઘટના બની છે. તેના ખરાબ પ્રત્યાઘાતો પડ્યા છે.સરલસ્વામીએ તેમને ધક્કો માર્યો છે અને ગળુ દબાવ્યું છે.હરિભક્તો કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની પણ માગ કરી છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ગૃહમાં વીજળી અને સિંચાઈના પાણીનો મુદ્દો ગુંજ્યો, કોંગ્રેસે વોકઆઉટ કર્યું

આ પણ વાંચો : Ahmedabad : નારોલમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં બે લોકોની ધરપકડ

Next Video