Rajkot : તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન ! મીઠાઈમાંથી જીવાત નીકળી હોવાનો Video થયો વાયરલ
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો બજારમાંથી મીઠાઈની ખરીદી કરતા હોય છે. બજારમાંથી મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન થઈ જાવ. મીઠાઈમાંથી જીવાત નીકળી હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો બજારમાંથી મીઠાઈની ખરીદી કરતા હોય છે. બજારમાંથી મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન થઈ જાવ. મીઠાઈમાંથી જીવાત નીકળી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. પુષ્કરધામ ચોક નજીક જશોદા ડેરીની મીઠાઈનો વીડિયો વાયરલ થયો છે. મીઠાઈમાંથી જીવાત નીકળતા કડક કાર્યવાહીની માગ ઉઠી છે. આરોગ્ય વિભાગે અનેક સ્થળો પર બોલાવી તવાઈ હાથ ધરવામાં આવી છે. તહેવાર બાદ આરોગ્ય વિભાગે લીધેલા નમૂનાનો રિપોર્ટ આવશે.
દાહોદમાં દિવાળી પહેલા ફૂડ વિભાગ એકશનમાં !
બીજી તરફ દાહોદમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. ત્યારે દાહોદમાં દિવાળીના તહેવાર પહેલા મનપા એકશનમાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં આરોગ્ય વિભાગના દરોડા પાડ્યા છે. ત્યારે દિવાળી પહેલા ફૂડ વિભાગ એકશનમાં આવ્યું છે. દાહોદમાં આવેલી ડેરી, સ્વીટ માર્ટ, ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરભરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી મીઠાઈની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
