ભાવનગરમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા, ફરી ફરસાણમાંથી નીકળી જીવાત, જુઓ Video
ભાવનગરમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતાં હોવાનો વીડિયો સામે આવ્યો છે. ગ્રાહકે ફરસાણની દુકાન સામે પણ ફરિયાદ કરી છે. ફરિયાદને આધારે ફરસાણની દુકાનમાં તપાસ કરી છે.
Bhavnagar News: ભાવનગરમાં લોકોના આરોગ્ય (Health) સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ફરસાણમાં ઇયર નીકળતા મામલો ગરમાયો છે. ફરસાણમાં ઈયર નીકળી હોવાની એક ગ્રાહકે ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ ગ્રાહક રામમંત્ર મંદિર પાસે આવેલી એક ફરસાણની દુકાનમાં નાસ્તો કરવા ગયો હતો. દરમિયાન નાસ્તાની પ્લેટમાં ઈયળ નીકળી હતી, જેનો ગ્રાહકે વીડિયો બનાવી વાયરલ કર્યો છે.
આ પણ વાંચો : ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ આગામી 90 દિવસ માટે લંબાવવામાં આવી
એટલું જ નહીં ફરસાણની દુકાન સામે ફરિયાદ કરતા આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને ફરસાણમાં જીવાત અંગે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. ફરસાણની દુકાનમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી અને ચેકીંગ કર્યું હતું. હાલ આરોગ્ય વિભાગની ટીમે ખાદ્ય પદાર્થનાં નમૂના લઇ પરીક્ષણ માટે મોકલ્યાં છે.
ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો