Surat Breaking News : કામરેજની તાપી રેસ્ટોરન્ટમાં સૂપમાંથી નીકળ્યું જીવડું ! સંચાલકોએ મશરૂમ કહી ગ્રાહકની વાત નકારી

| Updated on: Jun 16, 2026 | 1:06 PM

ગ્રાહક પરિવાર સાથે ભોજન માટે રેસ્ટોરન્ટમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે સૂપનો ઓર્ડર આપ્યો હતો. સૂપ પીતા સમયે તેમાં જીવડું દેખાતા ગ્રાહક આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ત્યારબાદ તેણે તરત જ સમગ્ર મામલે રેસ્ટોરન્ટના વેઈટર અને સંચાલકોનું ધ્યાન દોર્યું હતું

સુરત શહેરના કામરેજ વિસ્તારમાં આવેલી તાપી રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને ચોંકાવનારો અનુભવ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. ગ્રાહકે રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરેલા સૂપમાંથી જીવડું નીકળ્યાનો આક્ષેપ કર્યો છે, જેને પગલે ગ્રાહકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

 સુપમાંથી નિકળ્યું જીવડું !

મળતી માહિતી મુજબ, ગ્રાહક પરિવાર સાથે ભોજન માટે રેસ્ટોરન્ટમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે સૂપનો ઓર્ડર આપ્યો હતો. સૂપ પીતા સમયે તેમાં જીવડું દેખાતા ગ્રાહક આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ત્યારબાદ તેણે તરત જ સમગ્ર મામલે રેસ્ટોરન્ટના વેઈટર અને સંચાલકોનું ધ્યાન દોર્યું હતું.

રેસ્ટોરન્ટ સંચાલકોએ મશરૂમ કહી ગ્રાહકની વાત નકારી

જોકે, ગ્રાહકના જણાવ્યા અનુસાર રેસ્ટોરન્ટ સંચાલકોએ સૂપમાં દેખાતી વસ્તુને જીવડું માનવાનો ઇનકાર કર્યો હતો અને તે મશરૂમનો ભાગ હોવાનું કહી ગ્રાહકની રજૂઆતને નકારી કાઢી હતી. આ જવાબથી અસંતુષ્ટ ગ્રાહકે સમગ્ર ઘટનાની ફરિયાદ આરોગ્ય વિભાગમાં નોંધાવી છે.

હોટેલ સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ

ગ્રાહકે રેસ્ટોરન્ટમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. સાથે જ જવાબદાર હોટેલ સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. હાલ આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.

Breaking News : સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ, દુબઈ ફ્લાઈટમાંથી 36 લાખનું સોનું જપ્ત કરાયું જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Jun 16, 2026 01:04 PM
Follow Us