Surat : સુડા ટીપી 52માં રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા સ્થાનિકોમાં આક્રોશ, જુઓ Video

|

Sep 20, 2024 | 4:28 PM

સુરતમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટને લઈને સીમાડાના ગ્રામજનો રસ્તા પર ઉતર્યા છે. સણીયા હેમાદ, કોસમાડા અને છેડછા ગામના રહીશોએ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગની સામે વિરોધ દર્શાવ્યો છે. મોટી સંખ્યામાં લોકો કચેરીએ ઉમટી પોસ્ટર્સ-બેનર્સ સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

સુરતમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટને લઈને સીમાડાના ગ્રામજનો રસ્તા પર ઉતર્યા છે. સણીયા હેમાદ, કોસમાડા અને છેડછા ગામના રહીશોએ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગની સામે વિરોધ દર્શાવ્યો છે. મોટી સંખ્યામાં લોકો કચેરીએ ઉમટી પોસ્ટર્સ-બેનર્સ સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. મહત્વનું છે કે સુડા ટીપી 52માં રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે. તેમજ અનેક રજૂઆત બાદ પણ રેસિડેન્સી વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગની મંજૂરી અપાતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં ઈન્ડ્સ્ટ્રીયલ એસ્ટેટના નિર્માણથી સ્થાનિકોની મુશ્કેલીઓ વધશે.

અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન કાર્ય 4 દિવસથી બંધ !

બીજી તરફ સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન કાર્ય 4 દિવસથી બંધ છે. અંજની ઇન્ડસ્ટ્રીઝના પ્રવેશદ્વારે કામદારોને અસામાજિક તત્વોને અટકાવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આગળ વર્ષોની જેમ જ ફરી ઇન્ડસ્ટ્રીઝમાં ધમકી ભર્યા પોસ્ટરો લગાવ્યા હોવાનું સામે આવ્યુ છે. પોસ્ટર મારનાર છેલ્લા સાતેક વર્ષથી હજુ પકડાયા નથી. આ પોસ્ટર લાગતા કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. વેપારીઓ દ્વારા ગૃહ મંત્રીને ટેલિફોનિક રજુઆત કરવામાં આવી છે. પ્રાપ્તથતી વિગતો અનુસાર ઉડીયા ભાષામાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.

Next Video