ખો-ખો, કબડ્ડી ઉપરાંત યોગનો સમાવેશ ઓલિમ્પિકમાં કરવા કરાશે રજૂઆત

|

Jun 23, 2024 | 3:25 PM

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ અજય પટેલ, દ્વારા જાહેરાત કરાઈ છે કે, ભારત જ્યારે ઓલિમ્પિકની યજમાની કરે તેમાં ત્રણ ભારતીય રમતોનો સમાવેશ થાય તેના માટે પૂરેપૂરા પ્રયાસ હાથ ધરવામાં આવશે.

અમદાવાદમાં આજે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઓલિમ્પિકની શરૂઆત અને યજમાનીની જાહેરાત પહેલાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઓલિમ્પિકમાં ભારતીય રમતોનો સમાવેશ કરવાની રજૂઆત કરવામાં આવશે. ખાસ કરીને ભારતીય રમત ખો – ખો, કબડ્ડી ઉપરાંત યોગનો આગામી ઓલિમ્પિક રમતોત્સવમાં સમાવેશ કરવા માટે રજૂઆત કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. આ માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન તરફથી સત્તાવાર રીતે ઓલિમ્પિક એસોસિએશન સમક્ષ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ અજય પટેલ, દ્વારા જાહેરાત કરાઈ છે કે, ભારત જ્યારે ઓલિમ્પિકની યજમાની કરે તેમાં ત્રણ ભારતીય રમતોનો સમાવેશ થાય તેના માટે પૂરેપૂરા પ્રયાસ હાથ ધરવામાં આવશે. કઈ કઈ રમતોનો સમાવેશ કરવો તેના માટે મતદાન થતું હોય છે. ભારતીય રમતોનો સમાવેશ થાય તે માટે જરૂરી મતદાન માટે કેટલાક દેશનો સાથ લેવામાં આવશે.

Next Video