પોરબંદરમાં આજે ‘ભારતીય નૌસેના’ દિવસની કરાશે ઉજવણી, જાણો શા માટે 4 ડિસેમ્બરે ઉજવાય છે આ દિવસ ?

|

Dec 04, 2022 | 10:20 AM

ભારતીય નૌસેના પહેલા કરતા પણ વધુ મજબૂત બની ગઈ છે. આધુનિક હથિયાર અને યુદ્ધ જહાજોથી સજ્જ થઈ છે. વધુમાં વુધ આધુનિક અને ઘાતક હથિયારો નેવીમાં સામેલ થઈ રહ્યા છે.

Indian Navy Day 2022 : સમુદ્રી સીમાડાઓની રક્ષા માટે ભારતીય નૌસેના હંમેશા સક્રિય રહે છે,  ત્યારે ભારતીય નૌસેના દિવસ આજે એટલેકે  4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેના દિવસની ઉજવણી કરશે. અને આ ઉજવણી 15 સુધી ચાલે છે, ત્યારે આ વર્ષે પણ ખુબજ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ઈન્ડિયન નેવીએ ખુબજ મહત્વની ભૂમિકા નિભાવી હતી. જેના પગલે નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આધુનિક હથિયાર અને યુદ્ધ જહાજોથી સજ્જ થઈ ભારતીય નૌસેના

ભારતીય નૌસેના પહેલા કરતા પણ વધુ મજબૂત બની ગઈ છે. આધુનિક હથિયાર અને યુદ્ધ જહાજોથી સજ્જ થઈ છે. વધુમાં વધુ આધુનિક અને ઘાતક હથિયારો નેવીમાં સામેલ થઈ રહ્યા છે. દેશની સમુદ્ર સીમાઓની રક્ષા કરવા માટે સબમરીન, મારકોસ જેવી ફોર્સ, 150 જેટલા જહાજો અને 500થી વધુ એરક્રાફ્ટ છે. સાથે જ UAV દ્વારા પણ ઈન્ડિયન નેવી સર્વેલાન્સ કરે છે.ઈન્ડિયન નેવીની વધતી શક્તિ દુશ્મનોના નાપાક ઈરાદાઓને સુમદ્રમાં જ જળમગ્ન કરી દેવા માટે પુરાતી છે.

Published On - 7:45 am, Sun, 4 December 22

Next Video