ન્યુઝીલેન્ડ સામે સેમી ફાઈનલમાં ભારતીય ક્રિકેટ ટીમની જીત, અમદાવાદમાં ફટાકડા ફોડી કરાઇ ઉજવણી, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 15, 2023 | 11:58 PM

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ-2023માં ઈતિહાસ રચ્યો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં રોહિત એન્ડ કંપનીએ ન્યુઝીલેન્ડને 70 રને હરાવ્યું છે. ત્યારે ન્યુઝીલેન્ડ સામે સેમી ફાઈનલમાં ભારતની જીતની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવી. અમદાવાદના મુખ્ય માર્ગ પર ફટાકડા ફોડી સાથે મીઠાઈ ખવડાવી ક્રિકેટ રસીકોએ ઉજવણી કરી.

ન્યુઝીલેન્ડ સામે સેમી ફાઈનલમાં ભારતની જીતની ઉજવણી અમદાવાદમાં પણ કરવામાં આવી. પાલડી રાજનગરની દીપકુંજ સોસાયટી પાસે મુખ્ય માર્ગ પર ક્રિકેટ રસીકોએ ઉજવણી કરી છે. આતશબાજી ફોડી સાથે મીઠાઈ ખવડાવી વિજયની ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. મહત્વનુ છે કે અમદાવાદીઓએ તેમનો ક્રિકેટ પ્રેમ બતાવ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ-2023માં ઈતિહાસ રચ્યો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં રોહિત એન્ડ કંપનીએ ન્યુઝીલેન્ડને 70 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયા 12 વર્ષ બાદ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. વર્લ્ડ કપ-2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આ પણ વાંચો :  મુંબઈમાં ભારતની ‘વિરાટ જીત’, શમીના તરખાટ સામે ન્યુઝીલેન્ડ ઢેર, 12 વર્ષ બાદ ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published on: Nov 15, 2023 11:56 PM