IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં રમાશે સિરીઝની ત્રીજી અને અંતિમ ODI, ખંડેરી સ્ટેડિયમમાં તૈયારીઓ પૂર્ણ કરાઈ, જુઓ Video

|

Sep 22, 2023 | 10:56 PM

આગામી 27 સપ્ટેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારથી શરુ થયેલી વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાનારી છે. ભારતીય ટીમ પ્રથમ વનડે મેચમાં જીત મેળવીને સિરીઝમાં 1-0 થી આગળ છે. સિરીઝની અંતિમ મેચ ભારતીય ક્રિકેટ રસિકો માટે મહત્વની બનવાની આશા છે. ભારતીય ટીમ બીજી મેચમાં જીત મેળવશે તો, અંતિમ મેચ જીતીને વિશ્વકપ પહેલા ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરવાની આશા હશે.

આગામી 27 સપ્ટેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારથી શરુ થયેલી વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાનારી છે. ભારતીય ટીમ પ્રથમ વનડે મેચમાં જીત મેળવીને સિરીઝમાં 1-0 થી આગળ છે. સિરીઝની અંતિમ મેચ ભારતીય ક્રિકેટ રસિકો માટે મહત્વની બનવાની આશા છે. ભારતીય ટીમ બીજી મેચમાં જીત મેળવશે તો, અંતિમ મેચ જીતીને વિશ્વકપ પહેલા ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરવાની આશા હશે. જ્યારે બીજી મેચમાં પરિણામ ઓસ્ટ્રેલિયા તરફ રહેશે તો, ભારતીય ટીમ સિરીઝ જીતવા માટે પુરો દમ લગાવી દેશે. તમામ દ્રષ્ટીકોણથી રાજકોટમાં રમાનારી મેચ મહત્વની રહેનારી છે.

આ પણ વાંચોઃ Gujarat Police: પોલીસ અધિકારીના ખભા પર યુનિફોર્મમાં લાગેલા સ્ટાર શું દર્શાવે છે? જાણો

આ દરમિયાન મેચ જ્યાં રમનારી છે એ ખંડેરી સ્ટેડિયમમાં તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો પણ આગામી 25 સપ્ટેમ્બરે રાજકોટ આવી પહોંચશે. જ્યાં બંને ટીમો પ્રેક્ટિસ કરતી નજર આવશે. બીજી તરફ મેચને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. SCA તરફથી મીડિયાને કહ્યુ હતુ કે, વરસાદની શક્યતાઓ છે. પરંતુ આમ છતાં કોઈ અડચણ વધારે નહીં સર્જાય એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટની પિચ બેટિંગ પીચ હોવાને લઈ મેચ હાઈસ્કોર રહી શકે છે. રાજકોટમાં આ વખતે ટિકિટ મોંઘી રહી છે. 1500 થી લઈને 10,000 સુધીના ટિકિટના દર રહ્યા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:55 pm, Fri, 22 September 23

Next Video