અમદાવાદ (Ahmedabad)માં ઉનાળાની શરુઆતમાં જ પાણી અને મચ્છરજન્ય રોગચાળા (Epidemic)એ માથુ ઉચક્યુ છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં મોટી સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યા છે. અમદાવાદમાં ઝાડા-ઉલ્ટી, ટાયફોઇડ, કમળો, ડેન્ગ્યૂ સહિતની બીમારીઓ (diseases) ફેલાઇ રહી છે.
અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં જ રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા છે. જેમાં ફેબ્રુઆરી મહિનામાં ઝાડા-ઊલટીના 121 અને કમળાના 83 કેસ અને ટાઈફોઈડના 68 કેસ નોંધાયા છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં પ્રદુષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઊઠી છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં કમળાના 70 કેસ નોંધાયા હતા જેની સામે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં કમળાના 83 કેસ નોંધાયા છે. તો બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાએ પણ માથુ ઉચક્યુ છે. ફેબ્રુઆરીમાં ડેન્ગ્યૂના 4, ચિકનગુનિયાના 20 અને ઝેરી મેલેરિયાના 2 કેસ નોંધાયા છે.
ચાલુ વર્ષે જ એએમસીએ લીધેલા પાણીના સેમ્પલના 15 જેટલા નમૂના ફેલ થયા છે. એએમસી દ્વારા 2019માં 21 હજાર 665 પાણીના સેમ્પલ લીધા હતા. જેમાંથી 1060 સેમ્પલ ફેલ થયા. જ્યારે 2020માં 15 હજાર 169 સેમ્પલ લીધા હતા, જેમાંથી 226 ફેલ થયા હતા. તો 2021માં 12 હજાર 337 સેમ્પલ લીધા જેમાંથી 185 સેમ્પલ ફેલ થયા હતા. ચાલુ વર્ષે એએમસી દ્વારા 2279 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 15 સેમ્પલ ફેલ થયા છે.
આ પણ વાંચો
આ પણ વાંચો-