ગુજરાત સરકારનું બજેટ સર્વગ્રાહી, સમતોલ અને દરેક ક્ષેત્રને સ્પર્શતુ બજેટ : સી.આર.પાટીલ
ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન કનુભાઇ દેસાઇએ વર્ષ 2022 -23 નું રૂપિયા 2 લાખ 43 હજાર 965 કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું.. આ બજેટની સૌથી મોટી વાત એ છે કે રાજ્યમાં કોઈ નવા વેરા ઝીંકાયા નથી. સાથે જ રાજ્યમાં 12 હજાર સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહીં લાગે
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આજે વર્ષ 2022 -23 નું બજેટ(Gujarat Budget 2022)રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં નાણાં મંત્રી કનુ દેસાઇએ(Kanu Desai)રજૂ કરેલા બજેટને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે(CR Paatil) આવકાર્યું હતું. તેમણે આ બજેટને સર્વગ્રાહી, સમતોલ અને દરેક ક્ષેત્રને સ્પર્શતુ બજેટ ગણાવ્યું હતું. આ ઉપરાંત આ બજેટમાં સરકારે દરેક વર્ગની કાળજી લીધી છે. તેમજ સરકારે માતા-બાળકની સવિશેષ કાળજી લીધી છે. તેમજ બજેટમાં વૃદ્ધોને પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્યમાં કોઈ નવા વેરા ઝીંકાયા નથી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન કનુભાઇ દેસાઇએ વર્ષ 2022 -23 નું રૂપિયા 2 લાખ 43 હજાર 965 કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું.. આ બજેટની સૌથી મોટી વાત એ છે કે રાજ્યમાં કોઈ નવા વેરા ઝીંકાયા નથી. સાથે જ રાજ્યમાં 12 હજાર સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહીં લાગે. નાણાપ્રધાન કનુ દેસાઈએએ રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કર્યુ છે. નાણા પ્રધાને બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યું કે 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ. 1 વર્ષમાં 1 લાખ 63 હજાર કરોડનું વિદેશી ભંડોળ ગુજરાતમાં આવ્યું છે.
વર્ષ 2022-23ના 2 લાખ 43 હજાર 965 કરોડ રૂપિયાના બજેટમાં લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સૌથી વધુ કૃષિ, આરોગ્ય અને જળ વિભાગ માટે ફાળવણી કરાઈ છે. ખેડૂતોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 3 મેડિકલ કોલેજોની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Rajkot : રાત્રીના સમયે ખેતરમાં રહેતા લોકો પર હુમલો કરીને લૂંટ ચલાવતી લૂંટારૂ ગેંગ ઝડપાઇ
આ પણ વાંચો : Gandhinagar : ઉતર ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડાયરેકટર એસ.કે.રંધાવા ગેરરીતિના કેસમાં સસ્પેન્ડ