Dwarka : કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ, જુઓ Video
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયાનો કેસ સામે આવ્યો છે. ગર્ભવતી મહિલાને ઝેરી મેલેરિયાની અસર જોવા મળી છે. ત્યારે મહિલાને ખંભાળિયામાં સારવાર આપી જામનગરમાં રિફર કરાઈ છે.
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયાનો કેસ સામે આવ્યો છે. ગર્ભવતી મહિલાને ઝેરી મેલેરિયાની અસર જોવા મળી છે. ત્યારે મહિલાને ખંભાળિયામાં સારવાર આપી જામનગરમાં રિફર કરાઈ છે. ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. લોકોને રોગ નિવારણના પગલા અંગે જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગનાં અધિકારીઓને ખાસ તાલીમ આપવામાં આવી હતી.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી !
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાં ભેજ અને ગરમી વધતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
