ગુજરાતની જીવાદોરી એવા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. પાણીની આવક વધતા હવે વીજળીનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. રિવપરબેડ પાવરહાઉસના 5 ટર્બાઈન શરૂ કરવામાં આવશે. ડેમમાંથી 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. ડેમની સપાટીમાં 24 કલાકમાં 52 સે.મી.નો વધારો થયો છે. જે બાદ હવે સરદાર સરોવર ડેમની સપાટી 120.31 મીટરે પહોંચી છે.
ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાં ભારે વરસાદથી હાલ ડેમમાં 45 હજાર 129 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી કેનાલમાં 9,731 ક્યુસેક અને નર્મદા નદીમાં 609 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
આ તરફ નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. ડેડિયાપાડા અને સાગબારામાં 6 ઈંચ વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. કરજણ ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. નદીકાંઠા વિસ્તારના 6 ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. ભદામ, તોરણા, ભચરવાળા, હજરપુરા, ધાવપોર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:22 pm, Tue, 16 July 24