Jamnagar : દેવ સોલ્ટ પર IT વિભાગના દરોડા, 50 લાખના દાગીના સહિત રોકડ ઝડપાઈ, જુઓ Video

| Edited By: | Updated on: Feb 09, 2025 | 12:21 PM

ગુજરાતના જામનગર ખાતે આવેલી દેવી ગ્રુપ પરના IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર દેવ ગ્રુપ પરના IT વિભાગના દરોડામાં 50 લાખની રોકડ અને 50 લાખના દાગીના ઝડપાયા છે.

ગુજરાતના જામનગર ખાતે આવેલી દેવી ગ્રુપ પરના IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર દેવ ગ્રુપ પરના IT વિભાગના દરોડામાં 50 લાખની રોકડ અને 50 લાખના દાગીના ઝડપાયા છે. દેવ ગ્રુપ ઉપરાંત વિમલ કીર્તિ કામદાર, વિવેક સોમાણી, રુપલ કિરણ વ્યાસ પર પણ આવકવેરાના દરોડા પાડ્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ધંધાના ભાગીદારો પણ દરોડાની ઝપટમાં આવી છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ધંધાના ભાગીદારો પણ દરોડાની ઝપટમાં !

દેવ સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ હાઈ ક્વોલિટી સોલ્ટના ઉત્પાદક છે. સૂત્રના જણાવ્યા અનુસાર દેવ ગ્રુપના પ્રમોટર્સ બિલ વિના કરવામાં આવતા સોલ્ટના વેપારના નાણાં હોસ્પિટાલિટીના તથા અન્ય બિઝનેસ તરફ ડાયવર્ટ કરવામાં આવતા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. છેલ્લા 3 દિવસથી IT ઓપરેશન હાથ ધર્યું છે. જામનગર, અમદાવાદ, મોરબી અને માળીયામાં સહિત 15 સ્થળોએ દેવ સોલ્ટ ગ્રુપની જુદી જુદી પેઢીઓ પર આયકર વિભાગના દરોડા પાડ્યા છે. જામનગર-દ્વારકા હાઇવે પર આવેલ હાઇવે હરિ ફૂડ એન્ડ મોલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.