Gujarati Video : કડીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના, પોલીસે 3 શખ્સ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

Gujarati Video : કડીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના, પોલીસે 3 શખ્સ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

| Edited By: | Updated on: Sep 22, 2023 | 10:03 PM

સમગ્ર ઘટનાની સગીરાના પરિવારને જાણ થતા કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ, ત્રણેય નરાધમો ફરાર છે. મહત્વનું છે, સગીરાને આશરે એક મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર આ યુવકે રિક્વેસ્ટ મોકલી હતી. સગીરા સાથે મિત્રતા કરી અને તેને ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

Mehsana : મહેસાણાના કડીમાં (Kadi) એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. 3 યુવકોએ મળીને આ કુકર્મને અંજામ આપ્યો હતો. સગીરા સાથે એક યુવકે દુષ્કર્મ આચર્યું. જેમાં તેના બે મિત્રોએ તેને મદદ કરી હતી તેમજ દુષ્કર્મનો વીડિયો પણ બનાવ્યો હતો. સગીરાને વારંવાર ધમકાવીને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો, તો યુવકના મિત્રોએ પણ વીડિયો મારફતે સગીરાને બ્લેકમેઇલ કરી અને બીભત્સ માગણી કરી હતી, પરંતુ સગીરા તાબે ન થતા યુવકોએ ધમકી આપી હતી.

આ પણ વાંચો Dharoi Dam: સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ, ધરોઈના ચાર દરવાજા 5 ફુટ ખોલાયા, જુઓ Video

સમગ્ર ઘટનાની સગીરાના પરિવારને જાણ થતા કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ, ત્રણેય નરાધમો ફરાર છે. મહત્વનું છે, સગીરાને આશરે એક મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર આ યુવકે રિક્વેસ્ટ મોકલી હતી. સગીરા સાથે મિત્રતા કરી અને તેને ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના અંગે કડી પોલીસે IPC કલમ 376 અને પોકસો હેઠળ ફરિયાદ નોંધી છે અને ફરાર નરાધમોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો