AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેસાણા જીલ્લાના ઊંઝામાં આવેલું છે ગણપતિનું અનોખું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે કથા

ઊંઝા તાલુકાના ઐઠોર ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનનનું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં રહેલા ગણપતિની મૂર્તિ કોઇ ધાતુ કે લાકડામાંથી બનાવવામાં નથી આવી, આ મૂર્તિ રેણુ (માટી)માંથી બનાવવામાં આવેલી છે. માટી માંથી બનેલા ડાબી સૂંઢવાળા આ ગણપતિમાં લોકોને ભારે શ્રધ્ધાળા છે.ઐઠોરમાં બિરાજતા ગણપતિના આ મંદિરના ઈતિહાસને લઈને પણ વિવિધ દંતકથાઓ જોડાયેલ છે

મહેસાણા જીલ્લાના ઊંઝામાં આવેલું છે ગણપતિનું અનોખું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે કથા
Ganesha
Manish Mistri
| Edited By: | Updated on: Sep 16, 2023 | 12:23 PM
Share

ગુજરાતભરમાં પ્રખ્યાત એવા ગણપતિનું મંદિર મહેસાણા જીલ્લાના ઊંઝાથી માત્ર ૪ કિલો મીટરના અંતરે પુષ્પાવતી નદીના કિનારે આવેલું ઐઠોરમાં ગણપતિનું ભવ્ય મંદિર શિલ્પકલાનો ઉત્તમ નમુનો છે. આ મંદિરમાં બિરાજમાન ગણપતિની મૂર્તિની સ્થાપના આરસ કે અન્ય કોઈ ધાતુથી નહીં પરંતુ રેણું (માટી)માંથી બનાવવામાં આવી છે. આ પ્રાચીન મૂર્તિને સિંદુર અને ઘી નો લેપ લગાવામાં આવે છે. ભારતભરમાં ભાગ્યે ડાબી સુંઢવાળા ગણપતિની મૂર્તિ જોવા મળે છે.

આ પણ વાંચો : Ganesh Chaturthi 2023 : આ છે દેશના ગણપતિના અનોખા મંદિરો, તેમની વિશેષતા જાણીને તમે ચોંકી જશો!

ઊંઝા તાલુકાના ઐઠોર ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનનનું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં રહેલા ગણપતિની મૂર્તિ કોઇ ધાતુ કે લાકડામાંથી બનાવવામાં નથી આવી, આ મૂર્તિ રેણુ (માટી)માંથી બનાવવામાં આવેલી છે. માટી માંથી બનેલા ડાબી સૂંઢવાળા આ ગણપતિમાં લોકોને ભારે શ્રધ્ધાળા છે.ઐઠોરમાં બિરાજતા ગણપતિના આ મંદિરના ઈતિહાસને લઈને પણ વિવિધ દંતકથાઓ જોડાયેલ છે. કહેવાય છે કે, આ મંદિરમાં પ્રસ્થાપિત પ્રતિમા પાંડવ યુગની છે. પ્રાચીન સમયમાં સોલંકી રાજવીઓ અવાર-નવાર ઐઠોર આવીને પૂજન-અર્ચન કર્તા અને મોટા કાર્યના કે પ્રસંગે પહેલા અહીં પૂજન કર્યા બાદ જ તેઓ આગળ વધતા હતા.

દરેક માસની ચોથના દિવસે અહી દર્શનાર્થે શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટે છે. આ ઉપરાંત અહીં ચૈત્ર સુદ ત્રીજ,ચોથ અને પાંચમના દિવસે શુકન જોવામાં આવે છે. જેમાં વડીલો દ્વારા શુકન જોઇને સમગ્ર વર્ષના હવામાન, વરસાદ કે ખેતી કેવી થશે તેની આગાહી કરવામાં આવે છે. જે પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. જેને આજે પણ ખુબ ધામધુમથી ઉજવવામાં આવે છે.

ફૂલ, અને અનાજ પરથી શુકન જોઇને સમગ્ર વર્ષનો વરતાળો જોવામાં આવે છે. ત્રણ દિવસ યોજાતા શુકન મેળા દરમ્યાન ઐઠોર ગામમાં ખેતી, વેપાર-ધંધો, રોજગાર ગ્રામજનો દ્વારા સદંતર બંધ રાખવામાં આવે છે. પહેલા આ મેળામાં બત્રીસીના શુકન પણ જોવાતા હતા. તે ગામમાં આવતા નાયક ભાઈઓ તથા ગામની મોટી ઉંમરના વડીલો અને બહાર ગામથી આવતા વડીલોના મુખેથી બોલવામાં આવતા શબ્દો પરથી તેનું અર્થઘટન કરવામાં આવતું. પરંઅને શુકન પ્રમાણે તલાટી શુકન લખતા જાય છે. ઉપરાંત રાત્રે ભવાઈમાં ભજવાતા પાત્રોના મુખેથી નીકળેલ શબ્દોનું મંતવ્ય એકઠા કરીને આખા વર્ષનું વર્ષફળ એટલેકે વરતાળો કાઢવામાં આવે છે.

યાત્રાધામ ઐઠોર ખાતે ભગવાન ગણપતિના તમામ ઉત્સવો ભારે હર્ષોઉલ્લાસથી ઉજવાય છે. ગણપતિદાદાની સંકટ ચતુર્થીનો તહેવાર દર માસની વદ-ચોથ ના રોજ ઉજવાય છે. દાદાના શ્રદ્ધાળું ભક્તો આખા દિવસનો ઉપવાસ કરે છે. દાદાના દર્શનાથે હજારો ભક્તો મંદિરમાં આવે છે.સાંજના સમયની આરતીમાં ભક્તો સામેલ થાય છે. આ રીતે સંકટ ચતુર્થી ભક્તિ ભાવથી ઉજવાય છે. આ વ્રત લેવાની તથા ઉજવવાની વ્યવસ્થા ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોર ખાતે કરવામાં આવે છે.

આ સિવાય દર વર્ષ ની ભાદરવા સુદ ચોથના દિવસે મંદિર માં હોમ-હવન થયા પછી ઘેરઘેર લાડુનો પ્રસાદ બનાવી લે છે દર વર્ષ ની ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમ ના દિવસે ભરાતો મેળો આખાય પંથકમાં આગવું મહત્વ ધરાવે છે. ભગવાન ગજાનનનું આ ઐતિહાસિક અને ભક્તિસભર ઐઠોર ગામનું ગણપતિ મંદિર ખુબ પ્રચલિત છે. જ્યાં વર્ષ દરમ્યાન દર ચોથના દિવસે ખાસ ઉત્સવ મનાવવામાં આવે છે. અને ગણેશ ભક્તો ભગવાન ગજાનનની દર્શન સાથે ભક્તિ કરીને અનેરો આનંદ મેળવે છે.

g clip-path="url(#clip0_868_265)">