વાપીમાં મુખ્યપ્રધાનના હસ્તે 588 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ, લોકોને પાઠવી દિવાળીની હાર્દિક શુભકામના

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાપીમાં રૂપિયા 588 કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું. જેમાં સરકારની માર્ગ મકાન અને પાણી પુરવઠા યોજના સહિતની યોજનાઓના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 4:28 PM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વાપી પહોંચ્યા હતા. અહીં, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાપીમાં રૂપિયા 588 કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું. જેમાં સરકારની માર્ગ મકાન અને પાણી પુરવઠા યોજના સહિતની યોજનાઓના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યા. આ પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇ , માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી હાજર રહ્યા હતા. તો નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી , રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રાજ્યના આદિજાતિ અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અહીં, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી. અને, સીએમએ પોતાના આગવા અંદાજમાં લોકોને દિવાળી નિમિતે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાની આગવી શૈલીમાં હળવી ટકોર પણ કરી હતી. તેમણે ઉપસ્થિત જનમેદનીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે કોરોના મહામારીમાંથી સમગ્ર વિશ્વ જલદી બહાર આવી જાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રના આધારે સમગ્ર દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. આ સાથે જ તેમણે વાપી નગરપાલિકાના વિકાસની ગાથા પણ વર્ણવી છે.

આ પણ વાંચો : રાજકોટનાં ડેનીસ આડેસરાની અંગદાન પ્રત્યે જાગૃતિ, ડ્રાઇવિંગ લાયસન્સમાં ઓર્ગન ડોનર તરીકે 7.68 કરોડ લોકોએ સંકલ્પ લીધો

આ પણ વાંચો : Video : પેટ્રોલના વધતા ભાવથી કંટાળી આ વ્યક્તિએ ગજબનો જુગાડ કર્યો, આ જુગાડ જોઈને લોકો આઘાતમાં !

Follow Us:
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">