વલસાડમાં પીએમ મોદીએ જૂના મિત્ર રમતુભાઈને કર્યા યાદ, આદિવાસી વિસ્તારમાં વટાળ પ્રવૃતિ રોકવા સાથે મળી કર્યુ કામ

|

Nov 06, 2022 | 11:22 PM

Valsad:વલસાડમાં પીએમ મોદીએ નાના પૌઢામાં યોજાયેલી સભા દરમિયાન તેમના જૂના મિત્ર રમતુભાઈને યાદ કર્યા હતા અને જૂના સ્મરણો વાગોળ્યા હતા. પીએમ મોદી જ્યારે ભાજપના પ્રચારક હતા ત્યારે તેમને દક્ષિણ ગુજરાતમાં મુકવામાં આવ્યા હતા, એ અરસામાં તેઓ વલસાડ ગયા હતા. ત્યારે રમતુભાઈના સંપર્કમાં આવ્યા હતા.

વલસાડના નાના પોંઢામાં યોજાયેલી ચૂંટણીસભાને સંબોધતા વડાપ્રધાને તેમના જૂના મિત્ર રમતુભાઈને સ્ટેજ પરથી યાદ કર્યા હતા. પીએમ મોદી જ્યારે ભાજપના પ્રચારક હતા ત્યારથી રમતુભાઈ સાથે આદિવાસી વિસ્તારમાં ચાલતી વટાળ પ્રવૃતિ રોકવા સાયકલ પર ફર્યા હતા. અને આજે નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ પણ રમતુભાઈને ભૂલ્યા નથી. સ્ટેજ પરથી પીએમએ રમતુભાઈને યાદ કરીને તે સમયની વાતો વાગોળી હતી.

પીએમ મોદીએ કહ્યુ ” રમતુભાઈ અને હું બંને ધરમપુરના જંગલોમાં સાયકલ પર ફરતા હતા. પીએમએ સ્ટેજ પરથી તેમની તરફ ઈશારો કરતા તેમને બતાવીને કહ્યુ હતુ કે આજે બહુ ઘણા સમય પછી મળ્યા. પીએમએ ચાલુ સભાએ જણાવ્યુ કે જ્યારે વર્ષો પછી એ બધા સાથીઓ જેમની સાથે સાયકલ પર ફરીને કામ કર્યુ હોય. શિદુમ્બર જ્યાં અવારનવાર જવાનુ ગમે અને વનરાઈની વચ્ચે રહેવાનું અને નદીનું નાનકડુ ઝરણુ વહેતુ હોય. પીએમએ કહ્યુ આ બધા મળે એટલે એ તમામ વાતો યાદ આવી જાય.

આ તરફ PM મોદીના મિત્ર રમતુ ભાઈએ ગૌરવ લેતા પોતાની જૂની વાતો વાગોળી હતી. અને વિશ્વમાં PM મોદીનો ડંકો વાગે તેવી આશા વ્યક્ત કરી હતી. રમતુભાઈએ જણાવ્યુ કે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દક્ષિણ ગુજરાતમાં મુકેલા હતા. તે વખતે તેઓ વલસાડમાં આવેલા હતા. વલસાડમાં રહેવાની જગ્યા ન હતી તો વનવાસી કલ્યાણ પરિષદમાં રોકાયેલા હતા. એ વખતે આશ્રમ ચાલતો  હતો. તેમણે જણાવ્યુ કે એ સમયે જંગલ પટ્ટીમાં વટાળ પ્રવૃતિ ચાલતી હતી. ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે વટાળ પ્રવૃતિ ચાલતી હતી. ખિસ્તી ધર્મ અંગીકર કરાવવાની પ્રવૃતિ ચાલતી હતી. એ સમયે અભણ અને અજ્ઞાનતા લોકોમાં વધુ હતી. ત્યારે પણ નરેન્દ્ર મોદીનો પ્રયાસ હતો કે તમે આદિવાસી છો તો શું થયુ? તમારા ધર્મમાં જ રહીને બાળકોને સારુ શિક્ષણ આપો, આગળ વધારો અને શિક્ષણ એ જ સાચી મૂડી હોવાનુ તેમણે જણાવ્યુ હતુ.

Next Video