Gujarati video : વડોદરાના સાવલીમાં કોન્સ્ટેબલ અને બે યુવક વચ્ચે બબાલ, મારામારીમાં બંને પક્ષને પહોંચી ઇજા

| Edited By: | Updated on: May 24, 2023 | 9:08 AM

વડોદરાના સાવલીમાં પોલીસ કોન્સ્ટેબલ અને બે યુવક વચ્ચે બબાલનો બનાવ સામે આવ્યો છે. બંન્ને પક્ષ વચ્ચે ઉગ્ર બબાલ થતા મારામારી થઈ હતી. જેમા બંન્ને પક્ષને ઈજા પહોંચી છે.

વડોદરાના ( Vadodara ) સાવલીમાં પોલીસ કોન્સ્ટેબલ અને બે યુવક વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. બાઇક ઓવરટેક કરવા જેવા સામાન્ય મુદ્દે પોલીસ કોન્સ્ટેબલ અને બે યુવકો વચ્ચે બબાલ થઇ છે. બબાલ ઉગ્ર થઇ જતા બંનેમાં મારામારી થઇ હતી. બંને પક્ષને સામાન્ય ઇજા પણ પહોંચી છે. જે કોન્સ્ટેબલ સાથે બબાલ થઇ તે જીતેશ બાવળિયા વાઘોડિયા પોલીસ મથકે ફરજ બજાવે છે.

આ પણ વીડિયો : Vadodara: વડોદરા શહેરમાં 22 જેટલા વડને ઈકો ફ્રેન્ડલી કલર અને કોટન કાપડથી સુશોભિત કરાયા, જુઓ Photos

એક તરફ જ્યાં કોન્સ્ટેબલે આક્ષેપ કર્યા છે કે બંને યુવકોએ બાઇક ચલાવવા મુદ્દે બબાલ કરીને માર માર્યો. ત્યારે બીજી તરફ યુવક પક્ષે પણ આક્ષેપ કર્યો છે કે કોન્સ્ટેબલે દાદાગીરી કરીને મારામારી કરી હતી. કોન્સ્ટેબલે સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યુવક પક્ષે એવો પણ આક્ષેપ કર્યો છે કે કોન્સ્ટેબલની ફરિયાદ નોંધવામાં આવી છે. અને યુવક પક્ષની ફરિયાદ નોંધવા ઇનકાર કર્યો છે. યુવકોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની વાત કરી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો