વડોદરામાં શહેર પોલીસે યોજી ત્રિરંગા યાત્રા, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કરાવ્યુ પ્રસ્થાન, એક્તાનો પાઠવ્યો સંદેશ

Vadodara: રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં શહેર પોલીસ દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રા અંગે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ દેશના વડાપ્રધાન પીએમ મોદીએ હર ઘર ત્રિરંગા અભિયાન થકી તમામ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના પ્રજવલિત કરી છે.

TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Aug 15, 2022 | 4:35 PM

વડોદરામાં શહેર પોલીસ દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રા (Triranga Yatra)નું યોજાઈ હતી. આ ત્રિરંગા યાત્રાનું રાજ્યના કાયદા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીથી પ્રસ્થાન કરાવ્યુ હતુ. જેમાં શહેર પોલીસ (Police)ના તમામ વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ અને વિવિધ સંસ્થાના આગેવાનો જોડાયા હતા. શહેર પોલીસના ઝોન-1 અન ઝોન-2 વિસ્તારમાં આ ત્રિરંગા યાત્રા ફરી હતી. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે  હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 13 ઓગષ્ટથી 15મી ઓગષ્ટ સુધી દરેક ઘરોમાં ત્રિરંગો ઝંડો લહેરાવવાનું PM મોદી (PM Modi)એ આહ્વાન કર્યુ છે.

ઝોન-1 અને ઝોન-2 વિસ્તારમાં પોલીસની ત્રિરંગા યાત્રા

જેમાં અલગ અલગ શહેરો અને રાજ્યોમાં સંસ્થાઓ દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં વડોદરા શહેર પોલીસ દ્વારા ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ. શનિવારે ઝોન 3 અને ઝોન 4ના પોલીસ વિસ્તારોમાં ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. આજે રવિવારે ઝોન 1 અને ઝોન 2 વિસ્તારમાં આ ત્રિરંગા યાત્રા ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ જોડાયા હતા. સમગ્ર માર્ગ જાણે ત્રિરંગામય બન્યો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા તો પોલીસ બેન્ડની ધુને પણ આકર્ષણ જમાવ્યુ હતુ. MS યુનિવર્સિટી ખાતેથી રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ત્રિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ કરાવ્યુ હતુ.

આ પ્રસંગે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે આપણી આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા પ્રથમવાર એવુ બન્યુ છે કે ત્રિરંગા થકી સમગ્ર રાષ્ટ્રને એક કર્યુ હોય અને ત્રિરંગાનો મર્મ સમજાવ્યો હોય. આ ત્રિરંગા યાત્રા દ્વારા પીએમએ દરેક દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના પ્રજવલિત કરી છે તેમ મંત્રીએ જણાવ્યુ હતુ.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati