Gujarati Video : રાજ્યમાં હવે બોર્ડના પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ, ગ્રાન્ટેડ શાળાઓને મળશે 100 ટકા ગ્રાન્ટ

|

Aug 24, 2023 | 1:38 PM

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ કરી દીધી છે. જેના કારણે હવે ગ્રાન્ટેડ શાળાઓને 100 ટકા ગ્રાન્ટ મળશે.

Gandhinagar : રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ કરી દીધી છે. જેના કારણે હવે ગ્રાન્ટેડ શાળાઓને 100 ટકા ગ્રાન્ટ મળશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્મમિક શાળાઓને પૂરી ગ્રાન્ટ મળશે. અત્યાર સુધી શાળાઓને પરિણામ મુજબ ગ્રાન્ટ મળતી હતી. ધોરણ 10 અને 12ના પરિણામ પ્રમાણે ગ્રાન્ટ મળતી હતી. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હીતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : Breaking News: Gandhinagr: કલોલના વસાજડા ગામે બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને સંભળાવી ફાંસીની સજા

રાજ્યમાં શાળાઓને બોર્ડના પરિણામ પર ગ્રાન્ટ મળતી હતી. બોર્ડમાં ધોરણ 10 અને 12નું 30 ટકાથી ઓછુ પરિણામ આવે ત્યારે કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ મળતી ન હતી. જ્યારે 30 થી 40 ટકા પરિણામમાં મેળવતી શાળાઓને 25 ટકા ગ્રાન્ટ મળતી હતી. તો 40 થી 50 ટકા પરિણામ મેળવતી શાળાઓને 50 ટકા ગ્રાન્ટ મળતી હતી. તેમજ 50 થી 70 ટકા પરિણામ મેળવતી શાળાઓને 75 ટકા ગ્રાન્ટ મળતી હતી. તો 70 ટકા પરિણામ મેળવતી શાળાઓને 100 ટકા ગ્રાન્ટ મળતી હતી. પરંતુ શાળાની ગ્રાન્ટ પરિણામના આધારે કાપ મુકવામાં નહી આવે

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video