રાજકોટમાં પ્રથમ વરસાદમાં જ પ્રિમોન્સુન કામગીરીના ઉડ્યા લીરેલીરા, ખુલ્લી ગટરમાં ફસાઈ કાર- જુઓ Video
Rajkot: ચોમાસાના પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા છે. હુડકો ચોકડી નજીક રોડ પર ખુલ્લી ગટરમાં કાર ફસાઈ હતી. તંત્રની પ્રિમોન્સુન કામગીરીના ઘજાગતા ઉડાડતા દૃશ્યો પ્રથમ વરસાદમાં જ સામે આવ્યા.
રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મનમૂકીને મેઘરાજા વરસ્યા હતા. ત્યારે પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે. તંત્રની પ્રિમોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદને પગલે ઠેર ઠેર રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદથી રસ્તા પર ખુલ્લી ગટરમાં અનેક કાર ફસાઈ.
પ્રથમ વરસાદમાં જ પ્રિમોન્સુન કામગીરીના ઉડ્યા ધજાગરા
હુડકો ચોકડી નજીક મુખ્ય રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણાને કારણે કાર ફસાઈ. કાર ચાલકે સ્થાનિકોની મદદ લઈ હેમખેમ કારને ગટરમાંથી બહાર કાઢી. જોકે, સદનસીબે કોઇને ઇજા પહોંચી ન હતી. ત્યારે તંત્રની પ્રિમોન્સૂન કામગીરી પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos