Gujarat Video: રાજકોટમાં ચોમાસાનો વિધિવત થયો પ્રારંભ, જિલ્લાના આટકોટ, જીવાપર, ગરણીમાં ધોધમાર વરસાદ, ચોતરફ ભરાયા પાણી

Rajkot: રાજકોટમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચુક્યો છે. જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમા જીવાપર ગામે ધોધમાર વરસાદ થતા ચોતરફ પાણી ભરાઈ ગયાના દૃશ્યો સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 9:27 PM

Rajkot: રાજ્યમાં ચોમાસુ બેસતાની સાથે જ કેટલાંક જિલ્લાઓમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી છે. રાજકોટ જિલ્લામાં પણ વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટના આટકોટ, જીવાપર, ગરણીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યારે પાંચવાડા, જંગવડ, ગુંદાળામાં પણ મેઘ મહેર થઇ છે. જીવાપર ગામે ચોતરફ પાણી ભરાઈ ગયા છે. ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. કપાસ અને મગફળીની વાવણી કરતા ખેડૂતોમાં ખુશીની ઝલક જોવા મળી છે. ચોમાસાની શરૂઆતમાં જ વાવણી લાયક વરસાદ પડ્યો છે.

બપોરના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો

રાજકોટમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. સાંજના 4 થી 6 દરમિયાન શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા તમામ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. બપોર બાદ બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમા પોપટપરા અંડરપાસમાં પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. જેના પગલે પોપટપરા નાળાને બેરિકેડ લગાવી પાણી ઉતરે ત્યાં સુધી વાહનચાલકો માટે બંધ કરાયુ છે.

આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર, રાજકોટ એઈમ્સની કામગીરી પૂર્ણતાને આરે, સપ્ટેમ્બરથી 250 બેડની ઈન્ડોર હોસ્પિટલ થઈ જશે કાર્યરત

150 ફુટ રિંગ રોડ પર નદી વહેતી હોય તે પ્રકારે ભરાયા પાણી, વાહનચાલકો થયા પરેશાન

આ તરફ રાજકોટ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના 150 ફુટ રિંગ રોડ પર વરસાદ બાદ જાણે બેટમાં ફેરવાયો તે પ્રકારના દૃશ્યો જોવા મળ્યા છે. સમગ્ર રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં પડેલા પહેલા વરસાદે જ તંત્રની તૈયારીઓની પોલ ખોલી નાખઈ છે, જો પહેલા વરસાદમાં જ આ દૃશ્યો જોવા મળતા હોય તો આગામી સમયમાં ક્યા પ્રકારની હાલાકી વેઠવી પડશે તે પણ જોવુ રહેશે.

Input Credit- Ronak Majithiya- Rajkot

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">