Gujarati Video: નવસારીમાં અંબિકા નદી ઉપરનો પુલ પડ્યો નબળો, ભારે વાહનોની અવરજવર પર મુકાયો પ્રતિબંધ

| Edited By: | Updated on: Aug 10, 2023 | 6:49 AM

નવસારીમાં અંબિકા નદી પરના બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ મુકાયો છે. બીલીમોરા-અમલસાડ ગામને જોડતા બ્રિજ પર ભારે વાહનની અવરજવર પર કલેકટરે પ્રતિબંધ ફરમાવ્યો છે. 45 વર્ષ જૂના આ બ્રિજના માળખાના રિપોર્ટ સામે આવ્યો છે.

Navsari : નવસારીમાં અંબિકા નદી પરના બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ મુકાયો છે. બીલીમોરા-અમલસાડ ગામને જોડતા બ્રિજ પર ભારે વાહનની અવરજવર પર કલેકટરે પ્રતિબંધ ફરમાવ્યો છે. 45 વર્ષ જૂના આ બ્રિજના માળખાના રિપોર્ટ સામે આવ્યો છે.

આ પણ વાંચો : Navsari: ફરી એક વાર લમ્પી વાયરસે માથું ઉચક્યું, 25 જેટલી ગાયોમાં જોવા મળી વાયરસની અસર, જુઓ Video

રિપોર્ટ અનુસાર બ્રિજ નબળો થયો હોવાથી હાલ ભારે વાહનની અવર-જવર સુરક્ષિત નથી. આ બ્રિજ શહેર અને ગ્રામ્ય વિસ્તારને જોડતી કડીરૂપ હતો. ત્યારે અહીં ભારે વાહનની અવર-જવર પર પ્રતિબંધ મુકાતા વાહનચાલકો 22 કિમી વધુ અંતર કાપવા મજબૂર બન્યા છે.

એક વર્ષ પહેલા બીલીમોરાને નેશનલ હાઈવે સાથે જોડતો બ્રિજ બંધ થયો હતો, જેનું સમારકામ ન થતા આજે પણ બ્રિજ બંધ છે. એવામાં વધુ એક બ્રિજ પર ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ મુકાતા ખેડૂતો, વેપારીઓને માલ-સામાનની હેરાફેરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. બ્રિજનું વહેલી તકે સમારકામ થાય તે માટે સ્થાનિકો માગણી કરી રહ્યા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો