Narmada Video : અત્યાર સુધી શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતી હતી, સાગરાબારાની નાની દેવરૂપણ ગામે શિક્ષકો બાખડતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
નર્મદાના સાગબારાના નાનીદેવરૂપણ ગામે શિક્ષકો વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં એક શિક્ષકને ફરજ મોકૂફ કરાયો છે. શિક્ષકોની મારામારી બાદ 3 શિક્ષકો સામે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે ઉત્તમ વસાવા નામના શિક્ષકની ધરપકડ કરી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક શિક્ષકને ફરજ પરથી મોકૂફ કર્યો છે.
Narmada : નર્મદાના સાગબારાના નાનીદેવરૂપણ ગામે શિક્ષકો વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં એક શિક્ષકને ફરજ મોકૂફ કરાયો છે. શિક્ષકોની મારામારી બાદ 3 શિક્ષકો સામે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે ઉત્તમ વસાવા નામના શિક્ષકની ધરપકડ કરી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક શિક્ષકને ફરજ પરથી મોકૂફ કર્યો છે.
આ પણ વાંચો : Narmada : સેલંબામાં શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારાની ઘટનામાં ખુલાસો, પથ્થરમારો પૂર્વ આયોજિત હતો
મહત્વનું છે કે ટીચર્સ કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભામાં મારામારી થઈ હતી. જેમાં વાર્ષિક હિસાબોનો મુદ્દો ખુલતા શિક્ષકો વચ્ચે મારામારીમાં બે શિક્ષકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. હાલ શિક્ષક ઉત્તમ વસાવાને ફરજ મોકૂફ કરાયા છે.
સમગ્ર ઘટના શું હતી ?
ટીચર્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા હતી. જેમાં વાર્ષિક હિસાબનો મુદ્દો હતો. અને ત્યારે જ એક શિક્ષકે પૂર્વ પ્રમુખ પાસે હિસાબ માગવાનું શરૂ કર્યું. ત્યારે એક મહિલા શિક્ષકે અપશબ્દો બોલ્યા હતા. બસ, વાત પૂરી.. શબ્દોની ટપાટપી તો થતી રહી, સાથે જ શિક્ષકો વચ્ચે મારામારી થઈ ગઆ હતી. મહિલાના પતિએ પણ શિક્ષકને માર માર્યો હતો. અને શિક્ષકોની મિટિંગ લુખ્ખાતત્વોની મારામારીમાં પલટી ગઈ હતી. આ મારામારીમાં બે શિક્ષકો ઈજાગ્રસ્ત થયા છે. અને હુમલો કરનારા 3 શિક્ષકો સામે સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે.