ભાવનગરમાં એક માસૂમ દીકરી પર અત્યાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 9 વર્ષની બાળકી પર તેની સાવકી માતાએ અમાનુષી અત્યાચાર ગુજાર્યાનું સામે આવ્યું છે. શહેરની શ્રીરામ સોસાયટીમાં પાડોશીઓએ સાવકી માતાના અત્યાચારથી બાળકીને બચાવી. બાળકીની સાવકી માતાએ તેનાં હાથ પગ બાંધીને મોઢે સેલોટેપ લગાવી હતીને પીપડામાં પુરી દીધી હતી. સાવકી માતાએ બાળકીનાં માથે મુંડન કરી નાખ્યું હતુ અને બાળકીની આંખ પરની ભ્રમર પણ કાપી નાખી હતી.
અગાઉ પણ બાળકી પર અત્યારની વાત બાળકીએ જણાવી જે સાંભળીને કંપારી છુટી જાય કે માસૂમનો વાંક શું. પાડોશીઓએ પોલીસને જાણ કરી અને પોલીસે તુરંત તુરંત બાળ કલ્યાણ વિભાગને જાણ કરતાં બાળ કલ્યાણ વિભાગના અધિકારી અને હોદ્દેદારો ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ બાળ કલ્યાણ વિભાગે બાળકીનો કબજો તાપીબાઈ ગૃહ ખાતે રાખવામાં આવી છે. બાળકીની સાવકી માતા પર કડક પગલાં લેવા માટે કાર્યવાહી શરૂ કરી.
બાળકીએ જણાવ્યા મુજબ બાળકીને અગાઉ સાવકી માતાએ પંખે પણ લટકાવી હતી. સાવકી માતાના આ અત્યાચારની બાળકીના પિતાને જાણ હોવા છતા તેને કંઈ કહેતા ન હોવાનું પણ બાળકીએ જણાવ્યુ. આ માસૂમ એટલી હદે હેબતાઈ ગઈ છે કે હવે તેની પાસે જવાની પણ ના પાડી રહી છે. આટલી નાની બાળકી પાસે સાવકી માતા ઘરના મોટાભાગના કામ કરાવતી અને તેને જમવા પણ ન આપતી હોવાનુ જણાવ્યુ.
જિલ્લા બાળ કલ્યાણ અધિકારીના જણાવ્યા અનુસાર હાલ બાળકીને તેને તાપીબાઈ આશ્રય ગૃહમાં રાખવામાં આવી છે. આ અંગેની આગળની કાર્યવાહી બાળ કલ્યાણ સમિતિ દ્વારા કરવામાં આવશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:18 pm, Mon, 18 November 24