ભાવનગરમાં કોઈ રોકટોક વગર દિવસે પણ દોડી રહ્યા છે ઓવરલોડ ભારે વાહનો, કાગળ પર રહી ગયો પ્રતિબંધ- Video

ભાવનગરમાં કોઈ રોકટોક વગર દિવસે પણ દોડી રહ્યા છે ઓવરલોડ ભારે વાહનો, કાગળ પર રહી ગયો પ્રતિબંધ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2024 | 7:56 PM

ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ ઓવરલોડ ભારે વાહનો બેફામ અવર જવર કરી રહ્યા છે. જેના કારણે શહેરમાં અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. શહેરમાં દિવસે પ્રવેશવા પર પ્રતિબંધ હોવા છતા આ વાહનો કોની રહેમનજર હેઠળ દોડી રહ્યા છે તે એક મોટો સવાલ છે.

ભાવનગર શહેરમાં ઓવરલોડ વાહનો પર સવાર 8થી 1 અને સાંજે 4થી 8 વાગ્યા સુધી પ્રતિબંધ છે છતાં ઓવરલોડ અને ભારે વાહન ચાલકો બેફામ રીતે પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે. જેના કારણે વારંવાર અકસ્માતની ઘટના વધી છે. નાના વાહનો અડફેટે આવતા અનેક નિર્દોષ લોકોના જીવ જઇ રહ્યા છે. ટ્રાફિક પોલીસ અને RTOની નિષ્ક્રિયતાના કારણે ઓવરલોડ વાહનો બેફામ બન્યા છે.

આપને જણાવી દઇએ, ભાવનગર શહેરમાં ફેબ્રુઆરી માસમાં ઓવરલોડ સળિયા ભરેલા વાહને એક યુવાનને અડફેટે લીધો હતો. વાહન નીચે કચડાઇ જતા યુવકનું મોત થયું હતું. આવી જ એક ઘટના, નારી ચોકડી પાસે પણ બની હતી. જ્યાં એક ડમ્પરે મહિલાને અડફેટે લેતા મોત થયું હતું અને, આવી અનેક ઘટનાઓ અત્યાર સુધી બની ચૂકી છે. મહત્વનું છે, તંત્ર ઓવરલોડ વાહન ચાલકોને દંડ કરીને પ્રતિબંધ લગાવે તે ખૂબ જરૂરી બન્યું છે.

હાલ, તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધિત સમયમાં પ્રવેશ કરનાર ભારે વાહનો અને ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરીશું. મહત્વનું છે, તંત્ર આ બાબતે ફરજિયાતપણે યોગ્ય અને કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. નહીંતર અકસ્માતની સંખ્યામાં હજી વધારો થશે. જેના પર રોક જરૂરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">