Gandhinagar: એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂની હેરાફેરી, દારુની 156 બોટલ મળી આવી, જૂઓ Video
ગાંધીનગરના ચિલોડા-હિંમતનગર હાઈવે પર એમ્બ્યુલન્સમાં તપાસ કરતા દર્દી તો ના મળ્યા પરંતુ વિદેશી દારૂની 156 બોટલ મળી આવી હતી.
Gandhinagar : આમ તો એમ્બ્યુલન્સ (Ambulance) દર્દીઓને ઈમરજન્સીમાં હોસ્પિટલે લઈ જવા માટે હોય છે, પરંતુ એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે દારૂની (liquor) હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના ચિલોડા-હિંમતનગર હાઈવે પર એમ્બ્યુલન્સમાં તપાસ કરતા દર્દી તો ના મળ્યા, પરંતુ વિદેશી દારૂની 156 બોટલ મળી આવી હતી. પોલીસે 68 હજારની કિંમતનો વિદેશી દારૂ અને એમ્બ્યુલન્સ મળી રૂપિયા 4.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે એમ્બ્યુલન્સના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સવાલ એ છે દારૂબંધીના દાવા સતત પોકળ સાબિત થઈ રહ્યા છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 17, 2023 10:24 AM
