Gujarati Video : વાવડી ગ્રામ પંચાયતમાંથી ગુમ થયેલા મહેસુલી સહિતના દસ્તાવેજ ભંગારમાંથી મળી આવ્યા, જુઓ દ્રશ્યો

|

Mar 18, 2023 | 3:11 PM

રાજકોટ (Rajkot) જિલ્લાના આવેલી વાવડી ગ્રામ પંચાયત 8 વર્ષ પહેલાં મહાનગરપાલિકામાં ભળી હતી. ત્યારે વાવડી ગ્રામ પંચાયતમાંથી તાજેતરમાં મહત્વના દસ્તાવેજ ગુમ થયાની ઘટના બની છે.

રાજકોટ જિલ્લાના વાવડી ગ્રામ પંચાયતમાંથી ગુમ થયેલા મહત્વના દસ્તાવેજ વોકળા અને ભંગારના ડેલામાંથી મળી આવ્યા છે. ભંગારના ડેલામાંથી મળેલા દસ્તાવેજ વર્ષ 2022ના હોવાનું સામે આવ્યું છે. વાવડી ગામના જમીન કૌભાંડને છાવરવા માટે દસ્તાવેજો ગુમ કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મહત્વના દસ્તાવેજોના રેકોર્ડ ગૂમ થયા હતા

રાજકોટ જિલ્લાના આવેલી વાવડી ગ્રામ પંચાયત 8 વર્ષ પહેલાં મહાનગરપાલિકામાં ભળી હતી. ત્યારે વાવડી ગ્રામ પંચાયતમાંથી તાજેતરમાં મહત્વના દસ્તાવેજ ગુમ થયાની ઘટના બની છે. વર્ષ 1955થી 2004 સુધીના મહત્વના દસ્તાવેજોના રેકોર્ડ ગૂમ થયા હતા. ત્યારે આ સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ગુમ દસ્તાવેજો વોકળા અને ભંગારના ડેલામાંથી મળ્યા છે. બે દિવસ પહેલા તલાટી મંત્રીની ટીમે ભંગારના ડેલામાં તપાસ કરી હતી.

ભંગારના ડેલામાં રહેતા વ્યક્તિએ TV9 સમક્ષ જણાવ્યુ હતુ કે કેટલાક ફેરીવાળા અને કાગળ વીણવાવાળા વોકળામાં પડેલા કાગળોને ઉઠાવીને અહીં લાવ્યા હતા. ભંગારના ડેલાવાળા સંચાલકે માત્ર પસ્તી તરીકે આ કાગળો સ્વીકાર્યા હતા. જો કે ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે. ખૂબ જ મોટુ કૌભાંડ થયુ હોવાની શંકાઓ પણ સેવાઇ રહી છે.

Next Video