Gujarati Video : રાજકોટના નાનામવા વિસ્તારની 6 સોસાયટીમાં પાણીનો પોકાર, મહિલાઓએ ઠાલવ્યો આક્રોશ

TV9 GUJARATI

|

Updated on: Mar 17, 2023 | 12:36 PM

સ્થાનિક મહિલાઓએ પાણીના પારાયણને લઈને મનપાના તંત્ર સામે વિરોધનો સુર ઉઠાવ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે ડિસેમ્બર માસના અંતથી પાણીની સમસ્યા રહેતી હોવાની ફરિયાદ છે. આ અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરવા છતા સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતો હોવાનો દાવો છે.

ઉનાળાની શરૂઆત થતા જ રાજકોટના નાનામવા વિસ્તારની અલગ અલગ છ સોસાયટીમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. અહીંના 650થી વધુ પરિવારો પાણીની સમસ્યાથી પરેશાન થયા છે. અનિયમિત અને ઓછું પાણી આવતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે.

આ પણ વાંચો : Rajkot : પાણીપુરીના શોખીનો આ Video એક વાર અવશ્ય જોજો ! TV9 ના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે

સ્થાનિક મહિલાઓએ પાણીના પારાયણને લઈને મનપાના તંત્ર સામે વિરોધનો સુર ઉઠાવ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે ડિસેમ્બર માસના અંતથી પાણીની સમસ્યા રહેતી હોવાની ફરિયાદ છે. આ અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરવા છતા સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતો હોવાનો દાવો છે.

સ્થાનિક મહિલાઓએ આક્રોશ સાથે મનપાને પાણી આપવા રજૂઆત કરી છે. હજુ પણ પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે તો સ્થાનિકોએ મેયરની ઓફિસે ઉગ્ર આંદોલન કરવા ચીમકી આપી છે.

લખતરના સદાદ ગામે પીવાના પાણીની સમસ્યા

આ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના છેવાડાના સદાદ ગામે પીવાના પાણીની સમસ્યા ગંભીર બની હતી. ગામમાં છેલ્લા 20 દિવસથી અનિયમિત અને અપુરતુ પાણી મળી રહ્યુ હતું. ગામની વસતી આશરે 1100 લોકોની છે. “સૌની” યોજના હેઠળ ગામમાં પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી લોકોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતુ નથી.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati