AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congo fever ના બે કેસ નોંધાવાને લઈ આરોગ્ય વિભાગ સતર્ક, ચેપી રોગ હોવાથી સઘન સર્વેલન્સ-ઋષિકેશ પટેલ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 9:38 PM
Share

Day to Day ના ધોરણે આરોગ્ય વિભાગ દ્વારા સતત ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યુ છે. કોંગો ફિવરને આગળ વધતો અટકાવવા માટેના તમામ પગલા રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવ્યા છે.

 

રાજ્યમાં કોંગો ફિવરના બે પોઝિટિવ કેસ નોંધાયા હોવાને લઈ હવે રાજ્યનુ આરોગ્ય વિભાગ સતર્ક થયુ છે. ચેપી રોગ હોવાને લઈ આરોગ્ય વિભાગે સઘન સર્વેલન્સની પ્રક્રિયા હાથ ધરી છે. રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા આ મામલામાં મોનિટરીંગ હાથ ધરવામાં આવ્યુ છે. Day to Day ના ધોરણે આરોગ્ય વિભાગ દ્વારા સતત ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યુ છે. કોંગો ફિવરને આગળ વધતો અટકાવવા માટેના તમામ પગલા રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવ્યા છે.

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પણ કહ્યુ હતુ કે, આ માટે સરકાર દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતા સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે. ભવિષ્યમાં પણ કોંગો ફિવર આગળ ના વધે એ માટે ચેપી રોગથી સાવધાની રાખવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પુરો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉપરાંત લોકોને પણ આરોગ્ય બાબતે કાળજી રાખવા માટે આવા ચેપી રોગને લઈ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: દિવસે ભૂંડ પકડતી ગેંગ રાત્રે બંધ ઘરને નિશાન બનાવતી, LCB એ ટોળકી ઝડપતા લાખોની ચોરીના ભેદ ઉકેલાયા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 07, 2023 09:36 PM
g clip-path="url(#clip0_868_265)">